હાથમાં પૈસા રહેતા નથી? ક્યાંક આ સમસ્યાઓ તો નથી ને?
ઘણી વખત તમે ઘણી વ્યક્તિઓના મોંઢે સાંભળ્યુ હશે કે હાથમાં પૈસા ટકતા નથી. પૈસા આવે તો છે, પરંતુ લક્ષ્મીની ગતિ ચંચળ છે, તે સ્થિર રહેતી નથી. કેટલીકવાર લોકો સારી કમાણી કરવા છતાં પણ પૈસા બચાવી શકતા નથી, જ્યારે કેટલાક લોકો ઓછી કમાણી કરીને પણ સારી જિંદગી જીવી શકે છે અને પૈસાની બચત કરી શકે છે. જો તમારા હાથમાં પણ ધન ટકતુ ન હોય તો વાસ્તુમાં કેટલીક બાબતો તરફ ધ્યાન દોરવામાં આવ્યુ છે. ક્યાંક તમે તો નથી ને તેવી બાબતોથી પરેશાન.
ઘરની આ દિશામાં કચરાપેટી ન રાખો
ઘરની સાફ-સફાઇનો સીધો પ્રભાવ આપણી આર્થિક સ્થિતિ પર પડે છે. વાસ્તુ અનુસાર ઘરના ઇશાન ખુણામાં ક્યારેય ડસ્ટબિન ન રાખવી. એવી માન્યતા છે કે આ દિશામાં ગંદકી રાખવાથી ઘરમાં ધનનું આગમન થતુ નથી.
નળમાંથી ન ટપકવું જોઇએ પાણી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર નળમાંથી નિરંતર પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તે અશુભતાનો સંકેત છે. નળમાંથી પાણી ટપક્યા કરે તો પૈસાનો ખર્ચ વધે છે, પરંતુ આવક વધતી નથી.
કિચન આ દિશામાં ન બનાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું કિચન અગ્નિ ખુણામાં હોવું જોઇએ, પશ્વિમ દિશામાં કિચન હોય તો નુકશાન કારક માનવામાં આવે છે. જો પશ્વિમમાં કિચન હોય તો ધન આવે તેવું જ ખર્ચાઇ જાય છે.
તિજોરીની દિશા
ઘરમાં તિજોરીની દિશાનો પ્રભાવ આર્થિક સ્થિતિ પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તિજોરીને દક્ષિણ દિશામાં એ રીતે બનાવવી જોઇએ કે તેનું મુખ ઉત્તર દિશા તરફ રહે. માન્યતા છે કે તિજોરીનું મુખ ઉત્તર દિશા તરફ હોય તો મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.
આ પણ વાંચોઃ આ વસ્તુને રાંધશો તો પોષકતત્વો થશે ગાયબઃ કાચા ખાશો તો લાભ જ લાભ