આધાર-પાન કાર્ડ લિંક કરવાની તારીખ આવી નજીક, આ તારીખ પહેલા કરો નહીંતર લાગશે દંડ
પાનકાર્ડ (PAN Card) અને આધારકાર્ડ (Aaadhaar Card) બંને ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. બંને ડોક્યુમેન્ટ્સની વ્યક્તિને જીવનપર્યત જરૂરિયાત રહે છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાની ઘણા સમયથી અપીલ કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ તારીખ પહેલા જો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવામાં નહી આવે તો તેનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. આવો જાણીએ પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે અને કેટલો દંડ થશે.
પાનકાર્ડ એ આજના સમયમાં ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ થઇ ગયું છે. નાણાકીય કામકાજ માટે તેનો ઉપયોગ વધુ થાય છે. જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારું પાનકાર્ડ સારી રીતે ચાલે અને કોઈ મુશ્કેલી ન આવે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખ નજીક આવી ગઈ છે. 31 માર્ચ 2023 સુધીમાં જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહી આવે તો તમારું પાનકાર્ડ કોઈ જ કામનું રહેશે નહી, એટલું જ નહી, તમારે 10,૦૦૦ રૂપિયાનો સુધીનો દંડ પણ ભરવો પડી શકે.
આ પણ વાંચો : વ્યક્તિના મૃત્યુ પછી તેના આધારકાર્ડ અને પાનકાર્ડનું શું થાય છે? જાણો સંપૂર્ણ વિગત
પાનકાર્ડ બંધ થવાથી આ નુકશાન થશે
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા અને નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની સતત અપીલ કરવામાં આવે છે. આ કાર્ય માટે 31 માર્ચ 2023 સુધીનો જ સમય બાકી છે. જો હજુ સુધી પાનકાર્ડ-આધારકાર્ડ લિંક રહી ગયું હોય તો ઝડપથી લિંક કરી દેજો. છેલ્લી તારીખની રાહ ન જોતા કારણકે જો લિંક કરવાનું રહી જશે તો ફાઈનાન્સ સાથે જોડાયેલ તમામ કામ કરી શકશો નહી.
બંધ પાનકાર્ડ (PanCard)નો ઉપયોગ મોંઘો પડશે
પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાનું રહી ગયું અને તેને બંધ કરવામાં આવે, આમ છતાં તેનો ઉપયોગ કરશો તો તમને ઇન્કમટેક્સ એક્ટની કલમ 272B મુજબ રૂપિયા 10,૦૦0 સુધીનો દંડ કરવામાં આવશે. પાનકાર્ડ બંધ થવાથી મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક અને બેંક એકાઉંટ ખોલાવવા જેવા મહત્વના કામ કરી શકશો નહી.
આ પણ વાંચો : જો તમારું પાનકાર્ડ Aadhar સાથે લિંક નથી તો થશે આ કાર્યવાહી, IT વિભાગે જાહેર કરી એડવાઈઝરી
હજુ પણ સમય છે
ઇન્કમટેકસ વિભાગ દ્વારા 31 માર્ચ સુધી 1000નો દંડ ભરી પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરી શકો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ 30 જુન પછી પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાની ફીમાં વધારો કર્યો છે. જે પેલા 500 હતી તે હવે વધારીએ 1000 કરી દેવામાં આવી છે. ઇન્કમટેક્સ એક્ટ 1961 મુજબ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે.
જો નિયત તારીખ સુધીમાં પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવામાં નહી આવે છે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે. એ સિવાય ભવિષ્યમાં નવું પાનકાર્ડ બનાવવા પર પણ પ્રતિબંધ લાગી શકે છે. જોકે કેટલાક રાજ્યોને પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અસમ, જમ્મુ-કશ્મીર અને મેઘાલયમાં રહેતા નાગરિકોને આ બાબતે મુક્તિ આપવમાં આવી છે. એ સિવાય જેની ઉંમર 80 વર્ષથી વધારે હોય તેઓને પણ પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : હવે WhatsApp પર જ મેળવી શકાશે આધાર કાર્ડ અને પાન કાર્ડ
આવી રીતે પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરી શકશો
* ઇન્કમટેક્સ વિભાગની અધિકૃત વેબસાઈટ www.incometax.gov.in પર લોગીન કરો.
* ક્વિક લિંક સેક્શનમાં જઈને લિંક પર ક્લિક કરો.
* તમારી સ્ક્રિન પર એક નવી વિન્ડો ખુલશે.
* અહી તમારો પાન નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબરની વિગતો ભરો.
* ‘I validate my Aadhaar details’ વિકલ્પને પસંદ કરો.
* તમારા નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે. એને ભરી પછી ‘validate’ પર ક્લિક કરો.
* દંડ ભર્યા પછી તમારું પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક થઇ જશે.
આ પણ વાંચો : 1 જુલાઈ પહેલા આધાર અને PAN લિંક કરો, નહીં તો ભરવો પડશે આટલો દંડ !
આવી રીતે ભરી શકશો દંડ
30 જુન પછી પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા માટે દંડ ભરવો પડશે જેના માટે તમારે આ પોર્ટલ https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp Proteanપર જવું પડશે. અહી પાન-આધાર લિન્કિંગ રીક્વેસ્ટ માટે CHALLAN NO/ITNS 280 પર ક્લિક કર્યા પછી Tax Applicable પર ક્લિક કરો. ફીની ચુકવણી મેજર હેડ અંતર્ગત સિંગલ ચલણમાં કરવાની છે. પછી નેટબેન્કિંગ અથવા ડેબિટકાર્ડથી ફી ભરવાનું નક્કી કરી પોતાનો પાન નંબર લખો. અસેસમેન્ટ વર્ષ પસંદ કરી એડ્રેસ ભરો અને છેલ્લે કેપ્ચા ભરીને Proceed પર ક્લિક કરવાથી દંડ ભરી શકશો.