મધ્ય ગુજરાત

અમદાવાદ : નારણપુરામાં રોડ કપાતને લઈને ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ

Text To Speech

અમદાવાદમના નારણપુરામાં રોડ કપાતને લઈને ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. નારણપુરા ક્રોસીંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને મામલે ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિધાનસભા ચુંટણી પહેલા રોડ કપાત નહિ આવે તેવા વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે તેવી માહિતી સ્થાનિકોને મળતા તેઓએ બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ
નારણપુરા - Humdekhengenews આગામી દિવસોમાં જો રોડ કપાત કરાશે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુ માહિતી આપતા સ્થાનિકોએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા આ વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો હતો અને તે વખતે આ બાબતે વિરોધ પણ કર્યો હતો. તે સમયે ભાજપના નેતાઓ દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે આ અંગે યોગ્ય નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : અદાણી મુદ્દે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ સુધી સ્થગિત, લોકસભામાં કાર્યવાહી ચાલુ
નારણપુરા - Humdekhengenews ત્યારે હવે રોડ કપાતનો અમલ થવા જઈ રહ્યો હોવાની માહીતી સ્થાનિકોને મળતા સ્થાનિક આગેવાનો નારણપુરના ધારાસભ્ય જીતુ ભગત અને સ્થાનિક કોર્પોરેટરોને આ મુદ્દે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે આ રોડ કપાતની કોઈ જરૂર નથી છતાં પણ તમે આ કરી રહ્યા છો. સ્થાનિકોએ જલ્દીથી યોગ્ય નિર્ણય લાવવા રજૂઆત કરી હતી.

Back to top button