IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ધર્મશાળાનું સ્થળ કેમ બદલવું પડ્યું ?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 ટેસ્ટ મેચોની સિઝન ચાલી રહી છે ત્યારે ધર્મશાળાના ક્રિકેટ ચાહકો ૩ ટેસ્ટની રાહ જોતા હતા કારણકે ઓસ્ટ્રેલિયા સાથેની ત્રીજી ટેસ્ટ ધર્મશાળા ખાતે થવાની હતી પરંતુ BCCI દ્વારા તાજેતરમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અનુસાર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ હવે ધર્મશાળા ખાતે નહી પરંતુ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાશે. BCCIના આ નિર્ણયથી ધર્મશાળાના ક્રિકેટ ચાહકો ભારે નિરાશ છે. આખરે BCCI દ્વારા કેમ સ્થળ બદલવાની જરૂર પડી? આવો વિસ્તૃતમાં જોઈએ.
આ પણ વાંચો:INDvsAus Test : રાહુલ-અક્ષરની લગ્ન પછીની પ્રથમ સિરીઝ, શું બંને ખેલાડી યાદગાર બનાવી શકશે ?
ધર્મશાળા ખાતે થનાર ત્રીજી મેચને લઈને BCCI અવઢવમાં હતી અને બીજું વૈકલ્પિક સ્થળ શોધી રહી હતી. આખરે સફળતા મળી ગઈ અને ત્રીજી ટેસ્ટ માટેનું નવું સ્થળ નક્કી કરી લીધું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ધર્મશાળાને હોસ્ટિંગ કરવા નહી મળે. હકીકતમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ 1 થી 5 માર્ચ સુધી HPCL સ્ટેડિયમ ધર્મશાળા ખાતે થવાની હતી હતી. પરંતુ હવે તે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે.
BCCI દ્વારા આ કારણથી સ્થળ બદલવામાં આવ્યું
હિમાચલ પ્રદેશના આ ક્ષેત્રમાં ખૂબ ઠંડી પડે છે જેને કારણે મેદાનમાં પુરતું ઘાસ નથી, જે વિકસિત થવામાં હજુ વધુ સમય લાગી શકે છે. આ કારણથી ધર્મશાળા ખાતે થનાર ત્રીજી ટેસ્ટનું સ્થળ બદલવામાં આવ્યું છે. BCCIની ટીમ દ્વારા 11 ફેબ્રુઆરીએ ધર્મશાળાના HPCL મેદાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ BCCIની ટીમ દ્વારા આપવામાં આવેલ રીપોર્ટ ધર્મશાળાના પક્ષમાં ન રહ્યું.
આ પણ વાંચો:પસંદગી સમિતિ માટે BCCI ને મળ્યા ફેક આઇડીથી આ દિગજ્જ ખેલાડીઓના CV, હક પણ તેમાં સામેલ
ટેસ્ટ મેચના સ્થળની ફાળવણી કરવામાં આવી હોવા છતાં સ્થળ પર નજર નહી રખાતા BCCIના આયોજન પર ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અહી રસપ્રદ એ છે કે છેલ્લે ધર્મશાળામાં 2017માં એક ટેસ્ટ મેચ રમાઈ હતી તે પણ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.
BCCIના વરિષ્ઠ સુત્રના જણાવ્યા અનુસાર, મેચના હોસ્ટિંગ માટે મેદાનના ફિટનેસ અંગેની BCCIના નિશ્ચિત માપદંડ છે. આ મેદાનમાં કોઈપણ વિરુદ્ધ મેચ રમાઈ નથી અને સાથે જ મેદાનમાં ઘાસ (આઉટફિલ્ડ) પુરતું નથી.
મેદાનના ઘણા ભાગમા ઘાસ નથી તેમજ આવનાર દિવસોમાં વરસાદ પડવાની પણ ભવિષ્યવાણી છે જેથી રમત પર વિઘ્ન પણ આવી શકે છે. ધર્મશાળામાં થનારા ત્રીજી ટેસ્ટના સ્થળાંતરિત કરવાના નિર્ણયથી હજારો ચાહકોમાં નિરાશા વ્યાપી છે. કારણકે ઘણા સમયથી અહી ઇન્ટરનેશનલ મેચ રમાઈ નથી. હવે પછી ક્યારે ધર્મશાળાને ટેસ્ટ મેચનું હોસ્ટિંગ કરવા મળશે એતો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો:IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતની 5 ઐતિહાસિક ટેસ્ટ જીત
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (ટેસ્ટ સિરીઝ)
પ્રથમ ટેસ્ટ (નાગપુર) – ભારતની ઇનિંગ્સ અને 132 રનથી જીત
બીજી ટેસ્ટ (દિલ્હી) – 17 થી 21 ફેબ્રુઆરી, 202૩
ત્રીજી ટેસ્ટ (ઇન્દોર) – 1 થી 5 માર્ચ, 2023
ચોથી ટેસ્ટ (અમદાવાદ) – 9 થી 13 માર્ચ, 2023