ટોપ ન્યૂઝનેશનલ

ત્રિપુરાના CM માણિક સાહાએ કહ્યું- રાજ્યમાં ભાજપની સુનામી આવશે

ત્રિપુરાના મુખ્યપ્રધાન ડૉ. માણિક સાહાએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં 60માંથી 36થી વધુ બેઠકો મળશે. માણિક સાહાએ 2018ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે વધુ સારા દેખાવનો દાવો કર્યો છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 2 માર્ચે આવશે. ત્રિપુરાના સીએમએ કહ્યું હતું કે ભાજપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કર્યો છે. રાજ્યમાં રેલવે, એરવેઝ, નેશનલ હાઈવે અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં ઘણો સુધારો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે વધુ સારા કામોને ધ્યાનમાં રાખીને આ વખતે રાજ્યમાં ભાજપની સુનામી આવશે.

આ પણ વાંચો : નિવૃત IPS ને બદનામ કરવાના મામલે ગુજરાત ATS એ ભાજપ નેતા સહિત પાંચ લોકોની કરી ધરપકડ

માણિક સાહાએ કહ્યું હતું કે 2018માં અમને 36 બેઠકો મળી હતી અને અમારા સહયોગી ભાગીદાર IPFT ને 8 બેઠકો મળી હતી. આ વખતે અમને 36થી વધુ બેઠકો મળશે. 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ભાજપે 2018ની ચૂંટણીમાં ડાબેરી પક્ષને તેના ગઢમાં હરાવીને રેકોર્ડ બનાવ્યો હતો. માણિક સાહાએ આ વખતે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ડાબેરી પક્ષ વચ્ચે થયેલી સમજૂતીની પણ વાત કરી હતી. સાહાએ કહ્યું કે પબ્લિક ટ્રસ્ટની સામે કોઈ અંકગણિત કામ કરતું નથી.માણિક સહા - Humdekhengenewsમુખ્યમંત્રીએ કહ્યું કે વિપક્ષ પરંપરાગત રાજનીતિ કરી રહ્યા છે. પીએમ મોદીએ રાજનીતિની વ્યાખ્યા બદલી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપ દિવસ-રાત કાર્યરત છે. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 55 સીટો પર ચૂંટણી લડી રહી છે અને તેની સહયોગી આઈપીએફટી પાંચ સીટો પર ચૂંટણી લડી રહી છે. મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો પર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાહાએ કહ્યું કે NCBના ડેટા અનુસાર, ત્રિપુરા 29 રાજ્યોમાં અપરાધમાં સૌથી નીચેથી પાંચમા ક્રમે છે. હત્યા, લૂંટ, રાજકીય હિંસા, ચોરી, છેડતી જેવા અનેક વિષયોમાં ગુનાખોરીના દરમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગુનાખોરીનો દર ઘટ્યો છે અને આ એક મોટો ફેરફાર છે.

આ પણ વાંચો : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે ગુજરાતના એરપોર્ટનું સંચાલન સફેદ હાથી સમાન
માણિક સહા - Humdekhengenewsતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સામ્યવાદીઓએ આટલા વર્ષો સુધી અહીં શાસન કર્યું. શાસન દરમિયાન, સામ્યવાદીઓ કહેતા હતા કે કેન્દ્ર વિકાસ માટે સહાય નથી આપી રહ્યું, પરંતુ પીએમ મોદીના સત્તામાં આવ્યા પછી, રેલ્વે, એરવેઝ, નેશનલ હાઈવે અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં ઘણો સુધારો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે.

Back to top button