મનોરંજન

એમસી સ્ટેન કોણ છે જે બિગબોસ-16 વિજેતા બન્યો ?

છેલ્લા ઘણા વર્ષોથી બિગબોસ રિયાલીટી શો ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. જેને સલમાન ખાન હોસ્ટ કરે છે. રિયાલીટી શો હિટ થતા તેની દર વર્ષે સિઝન થાય છે. હાલમાં બિગબોસ રિયાલીટી શો ની 16મી સિઝન ચાલી રહી હતી જેની ફાઈનલ પુર્ણ થયું છે. બિગબોસ-16નું પરિણામ જાહેર થતા દર્શકો માટે આશ્ચર્યમાં મૂકી ગયા. શિવ-પ્રિયંકાની જોડીને પછાડી વસ્તીનો હસ્તી એમસી સ્ટેન બિગબોસ-16 નો વિજેતા થયો છે. હોસ્ટ સલમાન ખાને રેમ્પર એમસી સ્ટેનને વિજેતા થતા શુભેચ્છાઓ આપી સાથે 31 લાખ રૂપિયા અને એક લક્ઝરી કાર આપી હતી.

આ પણ વાંચો:16 વર્ષની ઉંમરે ભારત આવી, 6 વર્ષ સલમાન સાથે રહ્યા સંબંધ, જાણો કોણ છે સોમી અલી?

એમસી સ્ટેન બિગબોસ-16નો વિજેતા

વસ્તીના હસ્તી રેમ્પર એમસી સ્ટેને બિગબોસ-16ની ટ્રોફી પોતાને નામે કરી છે. એમસી સ્ટેનને ચાહકોએ વિજેતા બનાવી ઇતિહાસના પાના પર તેનું નામ જોડી દીધુ.

પ્રિયંકા ચાહર ચૌધરી બિગબોસ-16ની બહાર

બિગબોસ-16 ધૂમ મચાવી ફાઈનલમાં પહોચનાર પ્રિયંકા ચાહર ચૌધરી ફાઈનલ જીતી શકી અને બહાર થઇ ગઈ. પ્રિયંકા બહાર થતા જ બિગબોસ ઘરની ‘મંડલી’ ખુશીથી ઝૂમી ઉઠી.

આ પણ વાંચો: Ex-ગલફ્રેન્ડને જોતા જ આઉટ ઓફ કંન્ટ્રોલ થયો સલમાન : આ શું કર્યુ……!

અબ્દુ રોજિકે ગીત ગાયા

બિગબોસ-16 સૌથી વધુ નામ કમાવનાર દેખાવમાં સાવ નાના છોકરા જેવો લાગતો અબ્દુ રોજિકે પોતાના સ્પેશિયલ ગીતો ગાયા. ગીતો ગાઈને બિગબોસ અને ભારતના લોકોનો અભાર માન્યો હતો.

વિજેતા એમસી સ્ટેનની ગર્લફ્રેન્ડ

બિગબોસ-16 વિજેતા વસ્તીના હસ્તી એમસી સ્ટેનની હોસ્ટ સલમાન ખાને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરાવી હતી. સ્ટેનની ગર્લફ્રેન્ડએ કહ્યું કે, તે સ્ટેનથી ખૂબ ગુસ્સે છે. કારણ કે તે પ્રિયંકાની ખૂબ જ પ્રશંસા કરે છે. જો કે ત્યાર પછી તે માની ગઈ હતી.

પ્રિયંકા-અંકિતનો રોમાન્સ

બિગબોસ-16ની ફાઈનાલિસ્ટ અને ધૂમ મચાવનાર પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિત ગુપ્તાએ સાથે મળીને જોરદાર રોમાન્ટિક પરફોર્મન્સ આપ્યું હતું. અહી બંનેનો રોમાન્સ જોવા મળ્યો. જેને જોઇને દર્શકો પણ ખૂબ જ ખુશ થઇ ગયા.

આ પણ વાંચો:સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી, કોંગ્રેસીઓને ભરત ગણાવ્યા; ભાજપે કહ્યું હિન્દુઓની આસ્થાનું અપમાન

કરણ કુન્દ્રા બિગબોસમાં પહોંચ્યા

‘તેરે ઈશ્ક મે ઘાયલ’નાં પ્રમોશન માટે ટીવી એક્ટર કરણ કુન્દ્રા, ગશમીર મહાજની અને રીમ શેખ બિગબોસમાં પહોંચ્યા. સલમાન ખાને ત્રણેય સાથે ખૂબ જ મસ્તી કરી. કરણ કુન્દ્રા અને ગશમીર મહાજનીએ ડાન્સ પણ કર્યો જયારે સલમાન ખાને એક્ટ્રેસ રીમ શેખ સાથે ડાન્સ કર્યો.

આ પણ વાંચો: દીપિકાના ‘બેશર્મ રંગ’: સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે કહ્યુ કંઇક આવુ

સની દેઓલ અને અમીષા પટેલની મસ્તી

બિગબોસ-16ની ફાઈનલમાં સની દેઓલ અને અમીષા પટેલ પોતાની ફિલ્મ ‘ગદર-2’ ના પ્રમોશન માટે પહોચ્યા હતા. તારા સિંહ અને સકીનાના કિરદારમાં સની દેઓલ અને અમીષા પટેલે હોસ્ટ સલમાન ખાન સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. સાથે પૂર્વ કન્ટેસ્ટ અબ્દુ રોજિક છોટે તારા સિંહ બની સ્ટેજ પર પહોંચ્યો. અબ્દુ રોજિકે સની દેઓલ સાથે મળીને ફિલ્મ ગદરના ડાયલોગ પણ બોલ્યા. સલમાન ખાન અને સની દેઓલનો ‘યારા ઓ યારા’ ગીત પરનો ડાન્સ જોવા લાયક હતો.

આ પણ વાંચો:સલમાન ખાને આ કારણોથી બનાવી હતી જેકલીનથી દૂરી

નૈનો લગદા ગીત રિલીઝ કર્યું

બિગબોસ-16ની ફાઈનલમાં હોસ્ટ સલમાન ખાને ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું પ્રથમ ગીત લોન્ચ કર્યું. આ ગીતમાં એક્ટ્રેસ પૂજા હેગડે સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળી.

દેશનો સૌથી લોકપ્રિય રિયાલીટી શો બિગબોસ-16 સિઝનની ફાઈનલ ખૂબ જ રસપ્રદ રહી હતી અને અનેક એક્ટર-એક્ટ્રેસે અહીં સ્ટેજ પર આવી પર્ફોમન્સ પણ કર્યા હતા. તો કેટલાકે પોતાની ફિલ્મનું પ્રમોશન સાથે નવા ગીતનું પણ લોન્ચિંગ કર્યું.

Back to top button