ગુજરાત

ગુજરાતના શહેરોમાં બે ઋતુ શરૂ, માવઠા બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી

Text To Speech

ગુજરાતમાં સવારે અને રાત્રીના ઠંડીનો માહોલ જોવા મળે છે. તેમજ ઉત્તર પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યનાં મોટાભાગના શહેરોમાં બે ઋતુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધીને 37 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીનાં અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠાની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર બિલ્ડરોના પ્રશ્ને લેશે મોટો નિર્ણય, જાણો કોને થશે ફાયદો 

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી પણ કરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી પણ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. જેના કારણે ખેડૂતોમાં ફરીથી ચિંતાનાં વાદળ છવાયા છે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો: ગુજરાત: દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે ફાઇટર વિમાન લેન્ડ થશે

રાજ્યમાં હજુ ઠંડીનો થોડો ચમકારો અનુભવાશે

અંબાલાલ પટેલે આ સાથે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 22થી 26 ફેબ્રુઆરી એમ પાંચ દિવસ દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજુ ઠંડીનો થોડો ચમકારો અનુભવાશે.

Back to top button