ટોપ ન્યૂઝનેશનલ

એશિયાના સૌથી મોટા એર શોનું ભવ્ય પ્રારંભ વડાપ્રધાન મોદીએ કરાવ્યું, 80 થી વધુ દેશ લઈ રહ્યા ભાગ

Text To Speech

આજે બેંગ્લુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એરફોર્સ સ્ટેશન યેલહંકા ખાતે એરો ઈન્ડિયા 2023ના 14 માં શોનું ઉદ્ધાટન કર્યું. ત્યારે વડાપ્રધાને કહ્યું કે, આ 21મી સદીનું નવું ભારત, હવે ન તો કોઈ તક ગુમાવશે અને ન તો મહેનતમાં કોઇ કમી દેખાડે. એરો ઈન્ડિયાનો 2023નો શો ભારતની વિકાસ ગાથાનું ઉદાહરણ છે. આ વર્ષના એરો ઈન્ડિયા શોમાં લગભગ 100 દેશોની હાજરી જ દર્શાવે છે કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો, ભારત અને વિશ્વના 700થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે.

PM Modi in Air Show 2023 02

આ સાથે જ વડાપ્રધાને કહ્યું કે, નવી ઊંચાઈ એ નવા ભારતનું ચિત્ર છે. આ ઘટના ભારતના વધતા વ્યાપનું ચિત્ર છે. જેમાં અગાઉના ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 100 થી વધુ દેશોની ભાગીદારી ન્યૂ ઈન્ડિયામાં વિશ્વની શ્રદ્ધા દર્શાવે છે. એરો ઈન્ડિયા 2023 માં 80 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. લગભગ 30 દેશોના મંત્રીઓ, ગ્લોબલ અને ભારતીય OEMના 65 સીઈઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

PM Modi in Air Show 2023 01

આ કાર્યક્રમમાં લગભગ 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800 થી વધુ સંરક્ષણ કંપનીઓની ભાગીદારી પણ જોવા મળશે. શો દરમિયાન 75 હજાર કરોડના 251 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.

13 થી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ યોજના મુજબ સ્વદેશી ટેક્નોલોજીનું પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપણે સંરક્ષણ ક્ષેત્રે થોડા વર્ષોમાં ઘણો લાંબો રસ્તો કવર કર્યો છે. આ સફરમાં સંરક્ષણ ક્ષેત્રે સફળતાના ઘણા તબક્કાઓ પાર કર્યા છે, જે ભવિષ્યમાં તાકાતના આધારસ્તંભ બની ગયા છે. એરો ઈન્ડિયા પણ તે સ્તંભોમાંથી એક છે.

એરો ઇન્ડિયા શોમાં પહેલીવાર HLFT – 42 થશે સામેલ. 5 દિવસના આ શોમાં 80થી વધુ દેશ થશે સામેલ. 30 દેશોના મંત્રી, 65 CEO પણ લેશે ભાગ. 109 વિદેશી, 700 ભારતીય કંપનીઓ ભાગ લેશે. 14મા એરો ઇન્ડિયા શોની થીમ રન – વે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટી. એરો શોમાં સ્વદેશી ઉપકરણો અને ટેકનોલોજીનું થશે પ્રદર્શન. વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે કરશે જોડાણ. શો દરમિયાન ભારતીય વિમાનો નિકાસ માટે રજૂ કરાશે.

આ પણ વાંચો : ગેહલોતે ગતવર્ષનું બજેટ બોક્સમાં સંગ્રહ કરીને રાખ્યું હતું, એટલે ફરી વાંચ્યું : દૌસામાં મોદીના પ્રહાર

Back to top button