ટોપ ન્યૂઝનેશનલ

પૂર્વોત્તર રાજ્ય સિક્કિમ વહેલી સવારે ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

Text To Speech

એક તરફ હજી તુર્કી- સીરિયમાં ભૂકંપમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે અને લોકોની હાલાત ખરાબ છે. આ વચ્ચે ભારતમાં પૂર્વત્તર રાજ્યમાં ભૂકંપના આંચકા લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, 13 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.15 કલાકે સિક્કિમના યુકસોમ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. રિકટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી છે.

આ ભૂકંપ બાદ હાલમાં સુધી કોઈપણ પ્રકારના આર્થિક કે જાનમાલના નુકશાનના સમાચાર મળ્યા નથી. પરંતુ ભૂકંપના કારણે સિક્કિમ યુકસોમા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં 2.1 થી 3.8 તીવ્રતાના ભૂકંપના આંચકા લાગી ચુક્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો : ભૂકંપથી 50 હજાર લોકોના મોત થયાની UNએ આશંકા વ્યક્ત કરી

ભૂકંપ અંગે ભવિષ્યવાણી

તમામ માહિતીઓ વચ્ચે દુનિયામાં ભૂકંપીય ગતિવિધીનો અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વેના સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સએ વિનાશક ભૂકંપના 3 દિવસ પહેલા ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી કે આજે અથવા કાલે દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનોન આસપાસના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે અને પછી જે થયું તે આપણે સૌ જાણીએ છે. આજ વ્યક્તિએ ભારતમાં ભૂકંપને લઈને કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે.

ભારતમાં ભૂકંપની શક્યતાઓ

ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે સમાન ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતો જોવા મળી રહ્યો છે. ડચ સંશોધકનું અનુમાન છે કે ભૂકંપીય ગતિવિધી ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થશે અને અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.

Back to top button