નેશનલ

ગોવા સરકારનો મોટો નિર્ણય, દરેક પરિવારને વાર્ષિક 3 LPG સિલિન્ડર મફતમાં આપશે

Text To Speech

નેશનલ ડેસ્ક: વધતી મોંઘવારી વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લીધો છે. ગોવા સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં (ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વચન આપ્યા મુજબ) રાજ્યના દરેક પરિવારને ત્રણ LPG સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક પૂરી થયા પછી આ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ ટ્વીટથી જાહેરાત કરી
સોમવારે સાંજે એક ટ્વીટમાં આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, કેબિનેટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ નવા નાણાકીય વર્ષથી ત્રણ સિલિન્ડર મફતમાં આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો રાજ્યના દરેક પરિવારને દરવર્ષે ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.

ફાઈલ ફોટો

સીએમ પ્રમોદ સાવંતે વિપક્ષને જવાબ આપ્યો
આ જાહેરાત પછી ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, વર્તમાન કાર્યકાળ દરમિયાન આયર્ન ઓરનું ખાણકામ ફરી શરૂ કરવું અને રોજગાર નિર્માણ તેમની પ્રાથમિકતાઓ છે. જ્યારે તેમના વિરોધીઓએ તેમને “આકસ્મિક મુખ્યમંત્રી” તરીકે વર્ણવ્યા, ત્યારે સાવંતે કહ્યું કે, આ વખતે તેઓ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે “ચૂંટાયેલા” છે, તેઓ “પસંદ” થયા નથી. નોંધનીય છે કે, પ્રમોદ સાવંતે 2019માં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 40 સભ્યોના ગૃહમાં 20 બેઠકો જીતી હતી. ભાજપે સાવંતના નેતૃત્વમાં આ ચૂંટણી લડી હતી.

Back to top button