ટોપ ન્યૂઝવર્લ્ડ

તુર્કીમાં વિનાશક ભૂકંપ બાદ હજારો લોકોએ ઘર છોડી દીધું, એરલાઈન્સ આપી રહી છે ફ્રી ટિકિટ

Text To Speech

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે થયેલી ભારે તબાહીને કારણે જમીન પર સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. તૂટેલી ઈમારતો અને કાટમાળના ઢગલામાં હજુ પણ અનેક લોકો ફસાયેલા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. 28 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, લાખો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ભૂકંપની એક મોટી આડઅસર પણ દેખાવા લાગી છે – સ્થળાંતર. આ સમયે હજારો લોકો અસરગ્રસ્ત વિસ્તારો છોડીને સલામત સ્થળોએ રવાના થઈ ગયા છે. સૌથી વધુ સ્થળાંતર તુર્કીના ગાઝિયાંટેપ, હટાઈ, નુરદાગી અને મારશ વિસ્તારોમાંથી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે!, નવું નામ સામે આવ્યું 

તુર્કીમાં સ્થળાંતર શરૂ, એરપોર્ટ પર ભારે ભીડ

હવે પલાયન શરૂ થઈ રહ્યું છે તો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની વ્યવસ્થા પણ કરી રહ્યાં છે. જેમાં તુર્કિશ અને પેગાસ એરલાઇને ફ્રી એર ટિકિટ આપવાનું એલાન કર્યું છે. પ્રભાવિત વિસ્તારોથી લોકોને ઇસ્તાંબુલ, અંકારા, અંતાલિયા જેવા વિસ્તારોમાં લઇ જવાની વાત થઇ છે. આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટી કે હોસ્ટલ છે, તેમાં પણ લોકોને શરણ આપવા માટે ઉપયોગ કરાઇ રહ્યો છે. આ સમયે ગાઝિયાંટેપ એરપોર્ટથી પણ જે તસવીરો સામે આવે છે તેમાં ભારે સંખ્યામાં લોકો પ્રભાવશાળી વિસ્તારોથી બહાર નીકળી રહ્યા છે.

આ પણ વાંચો: વિકસીત ભારતની આ ભવ્ય તસવીર: PM મોદી 

ભારત તુર્કી માટે દેવદૂત બન્યું, દરેક શક્ય મદદ કરશે

હાલની સ્થિતિની વાત કરીએ તો તુર્કીમાં મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારત તરફથી NDRFની ટીમો પણ મોકલવામાં આવી છે. ભારતીય સેનાએ તુર્કીમાં હોસ્પિટલ પણ બનાવી છે, ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. પણ વિનાશ મોટા પાયે થયો છે, ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, તેથી પરિસ્થિતિ સામાન્ય થવામાં લાંબો સમય લાગશે. એવું માનવામાં આવે છે કે નવી ઇમારતો ઊભી કરવામાં એક વર્ષથી વધુ સમય પસાર થશે.

આ પણ વાંચો: ગાંધીનગર: byju’s એપના નામે છેતરપિંડી, રૂ.78 હજાર ગુમાવ્યા 

ભૂકંપના વિનાશ વચ્ચે લૂંટફાટ

હવે એક તરફ આ કાટમાળ ભેગો કરવાનો પડકાર છે તો બીજી તરફ ભૂકંપ બાદ શરૂ થયેલી લૂંટ પણ મુશ્કેલીનું કારણ બની ગઈ છે. તુર્કીમાં લૂંટની ઘટનાઓ વધી છે. ભૂકંપ બાદ પોલીસે લૂંટમાં સામેલ 48 લોકોની ધરપકડ કરી છે. તુર્કીની ન્યૂઝ એજન્સી અનાદોલુના જણાવ્યા પ્રમાણે, 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. આ ઘટનાઓ બાદ તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

Back to top button