કોરોનાની મહામારીમાં બાદ બાળકોનું ઓનલાઈન શિક્ષણ વધતા હવે ઓનલાઇન શિક્ષણનો ક્રેઝ વધ્યો છે. જો કે ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધતા અનેક વેબસાઈટ તેમજ એપ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ પ્રકારની વેબસાઈટ કે એપના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. જો કે આ પ્રકારની એપ હજાર રૂપિયા ખર્ચી અને શિક્ષણ માટે વાલીઓ પ્રાધાન્ય આપે છે, પરંતુ આ પ્રકારની એપ થકી વાલીઓ સાથે છેતરપિંડી થવાની પણ ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: વિકસીત ભારતની આ ભવ્ય તસવીર: PM મોદી
પરિવારની અનઈચ્છા વચ્ચે ટ્રાયલ માટે કહીને ટેબ્લેટ અને શિક્ષણ કીટ આપી
ગાંધીનગર પાસેના સુઘડ વિસ્તારમાં વસતા પરમાર પરિવારે byju’s માંથી સ્કોલરશીપના અને શિક્ષણ આપવા માટે મોબાઈલ ફોન આવ્યો. એટલે પરિવારે શિક્ષણ મેળવા માટેની તૈયારી દર્શાવી. જેના થકી byju’s ના સાથે સંકળાયેલા લોકો પરમાર પરિવારને ઘરે આવ્યા અને ઓનલાઈન શિક્ષણ માટેની સમજ પરિવાર તથા બાળકોને આપી. સ્કોલરશિપ મળશે તે પ્રકારની આપીને byju’s જોડવા માટે પેર્યા પરંતુ પરિવારની અનઈચ્છા વચ્ચે ટ્રાયલ માટે કહીને ટેબ્લેટ અને શિક્ષણ કીટ આપી. પરંતુ પરિવારને રસ ના પાડતા છતાં નાણાં કપાઈ ગયા જે મુદ્દે તેઓ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે!, નવું નામ સામે આવ્યું
શિક્ષણમાં થતા ફ્રોડના કિસ્સા સામે આવ્યા
આમ તો ગ્રાહક સુરક્ષા અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે હવે કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણમાં થતા ફ્રોડના કિસ્સા સામે આવે છે. ત્યારે ગુજરાતીમાં શિક્ષણ માગ કરનારને હજારો રૂપિયા પચાવીને એપમાં ફક્ત અગ્રેજીમા શિક્ષણવાળું ટેબ્લેટ પધારી દેતા બાળકો મુંઝાયું છે મહત્વનું છે કે વિશ્વ પટેલ નામનો વ્યક્તિ મુલાકાત માટે આવ્યો અને તેને એકાઉન્ટ બંધ કરવા કહ્યું અને પ્રથમ ચૂકવેલા 5 હજાર પરત કરવા કહ્યું હતું. જેથી તેણે ડોક્યુમેન્ટ માંગ્યા અને બ્લૅકચેક માંગ્યો જેથી પરિવારે આપ્યો હતો.
આ પણ વાંચો: સુરત: માંડવીના પિપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું
ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી 78 હજારની લોન પાસ કરાવી
જે બાદ એ વિશ્વ પટેલે પરિવાર અને એપ્લિકેશન સંચાલકોની જાણ બહાર ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી 78 હજારની લોન પાસ કરાવી લીધી પરિવારને જાણ ત્યારે થઈ જ્યારે બેન્કમાંથી હપ્તા કપાવવાની શરૂઆત થઈ એ બાદ પરિવારે એપ્લિકેશન પીએમઓ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને ગ્રાહક સુરક્ષામાં અરજી કરી મદદની ગુહર લગાવી છે. અવનવી એપના માધ્યમથી બાળકોનું શિક્ષણ વધુ મજબૂત થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની એપ ખરીદતી વેળાએ ચોક્સાઈ રાખવી જરૂરી છે. નહીં તો છેતરપિંડી થઈ શકે છે.