આજે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની બીજી મેચ યોજવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં. હરમનપ્રીત કૌરની વુમન ઈન બ્લુનો મુકાબલો બિસ્માહ મારુફની વુમન ઈન ગ્રીન સામે થવાની છે. ભારતીય સ્ટાર ભારતીય બેટર સ્મૃતિ મંધાના રમતમાંથી બહાર છે. ત્યારે ટીમ ઈન્ડિયા માટે આ પડકારનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે
ભારત VS પાકિસ્તાન સામ-સામે
ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સામ-સામે ઘણી વાર રમી ચૂકયા છે. ત્યારે ભારત 16 મેચમાંથી 11 જીત સાથે ટોચ પર છે, જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં, ભારત અને પાકિસ્તાન ત્રણ વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ભારતે ત્રણેય મુકાબલાઓ જીતી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોમાં સૌથી વધુ સ્કોરની વાત આવે છે, ત્યારે ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ 7 ઇનિંગ્સમાં 217 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત : હરમનપ્રીત કોર(કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ(WK), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાધા યાદવ, દેવિકા વૈધ, અંજલિ સરવાણી અને રેણુકા સિંહ
પાકિસ્તાન : બિસ્માહ મરૂફ (કેપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), જાવેરિયા ખાન, નિદા દાર, આયેશા નસીમ, આલિયા રિયાઝ, ઓમૈમા સોહેલ, ફાતિમા સના, એમન અનવર, સાદિયા ઈકબાલ અને તુબા હસન.