અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં AAPની ભારે સુત્રોચ્ચાર સાથે પદયાત્રા, જાણો ઈશુદાન ગઢવીએ શું કહ્યું

Text To Speech

2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (APP)ને ધાર્યું પરિણામ મળ્યું ન હતું. આમ છતાં 5 સીટ જીતી ખાતું ખોલવામાં સફળ થયા હતા. તાજેતરમાં અદાણી મુદ્દે ચારે તરફ ચર્ચાઓ અને હંગામો ચાલી રહ્યો છે ત્યારે APP દ્વારા અમદાવાદમાં અદાણી-મોદી વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર સાથે પદયાત્રા કાઢી હતી. ‘અદાણીની નોકરી બંધ કરો‘ જેવા સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં APP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ અદાણી-મોદી વિરુધ આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાત આમ આદમી પાર્ટી (APP) દ્વારા અમદાવાદ ખાતે આજે ગૌતમ અદાણી અને ભાજપ વિરુદ્ધ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાની શરૂઆત AAPના પ્રદેશ કાર્યાલય નવરંગપુરાથી શરૂ કરી સાબરમતી ગાંધી આશ્રમ સુધી હતી. આજે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ની રચના કરવાની માંગ કરી હતી. ‘અદાણી સે યારી, જનતા સે ગદ્દારી’ , ‘અદાણીની નોકરી બંધ કરો’ જેવા સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ અને વિરોધ પ્રદર્શન સાથે પદયાત્રા નીકાળવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરત AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી

અદાણીને બચાવવા ભાજપ કામે લાગ્યું

આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અદાણીએ કૌભાંડ કર્યા છે. જેથી JPCની રચના થવી જોઈએ એવી અમારી માંગણી છે. જે અગાઉ બોફોર્સ અને હર્ષદ મહેતા જેવા કેસમાં થઈ છે. આ અંગે સંસદમાં પણ સંજયસિંહે રજૂઆત કરી છે. વડાપ્રધાન મોદીના મિત્ર અદાણીને બચાવવા માટે આખું ભાજપ તંત્ર કામે લાગી ગયું છે.

આ પણ વાંચો:દિલ્હી BJP નું AAP ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલના રાજીનામાની કરી માંગ

ભાજપ કે મોદીની નહીં, પરંતુ દેશની શાખ ખરડાય છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમાં ભાજપ કે મોદીની નહીં, પરંતુ દેશની શાખ ખરડાય છે. PM મોદી અદાણી સામે કેમ કોઈ પગલાં નથી ભરતા? અદાણીના નામે કેમ તેઓ ડરી રહ્યાં છે? દેશના લોકો અને દેશનો રાજકીય વર્ગ આ તમામ બાબતો જોઈ રહ્યો છે. ભાજપની અદાણીને બચાવવાની આ એક નીતિ છે. અમારા પૈસા છે જે તમે લઈ ગયા છો તે ચૂકવો. આ અંગે પગલા લેવાની સરકારની જવાબદારી હોય છે. આમ છતાં સરકારની કશું કરવાની તાકાત નથી. અમને ખબર છે કે અમને રાજકીય નુકસાન થવાનું છે, છતાં પણ અમે રોડ ઉપર ઉતર્યા છીએ.

Back to top button