ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે!, નવું નામ સામે આવ્યું

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. તો કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરત: માંડવીના પિપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ

ગુજરાતના રાજકારણમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે. સુત્રોમાંથી મળતા થોડા દિવસોમાં ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. આ માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ અગાઉ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. હવે ચૂંટણીમાં કારમો પરાજય મળતાં નવા અધ્યક્ષની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને પ્રતિનિધિત્વ આપી શકે છે.

અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં

આ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં હારનું કારણ શોધતી કોંગ્રેસે રાજ્યમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા તરીકે પસંદ કર્યા હતા. હવે નવા અધ્યક્ષ માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તૈયારીઓ શરુ કરી દીધી છે. સુત્રોમાંથી મળતી મુજબ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ પરેશ ધાનાણી બને તેવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે.

Back to top button