મનોરંજન

રાખી સાવંતના પતિ આદિલ ખાન પર લાગ્યો ગંભીર આરોપ, વિદેશી યુવતીએ FIR નોંધાવી

Text To Speech

રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હવે તેમની સામે મૈસૂરમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. મૈસુરના વીવી પુરમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઈરાનની એક યુવતીએ આદિલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પત્ની રાખી સાવંત દ્વારા દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસમાં આદિલ પહેલાથી જ જેલમાં છે. આદિલ સામે આ બીજી એફઆઈઆર છે. હાલમાં તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.

આદિલ વિરુદ્ધ બળાત્કારના આરોપમાં FIR દાખલ કરવામાં આવી 

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ઈરાનની એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મૈસૂરમાં આદિલ સાથે રહેતી હતી ત્યારે તેણે લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે પાંચ મહિના પહેલા આદિલ સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું તો તેણે ના પાડી દીધી અને કહ્યું કે તે ઘણી છોકરીઓ સાથે આવા જ સંબંધમાં છે.

Rakhi and Aadil
Rakhi and Aadil

યુવતીના કહેવા પ્રમાણે, આદિલ ખાને તેને ધમકી આપી હતી અને તેની ઈન્ટિમેટ તસવીરો મોકલીને બ્લેકમેલ કરી હતી જેથી તે પોલીસમાં કોઈ ફરિયાદ ન કરે. આદિલ વિરુદ્ધ આઈપીસી કલમ 376, 417,420, 504 અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : આજે મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, મુંબઈ નગરી પહોંચ્યું કપલ

રાખીની ફરિયાદ બાદ આદિલ ખાન પોલીસ કસ્ટડીમાં છે

નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં રાખી સાવંતે પતિ આદિલ ખાન પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આદિલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે આદિલને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાખી સાવંત તેના પતિ આદિલ વિશે મીડિયા સામે સતત નવા ખુલાસા કરતી રહે છે.

Rakhi Sawant and Adil Khan
Rakhi Sawant and Adil Khan

રાખીએ આ રીતે પોતાના લગ્ન વિશે માહિતી આપી

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે ગયા વર્ષે 29 મેના રોજ આદિલ ખાન સાથે મુસ્લિમ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો પહેલા રાખી સાવંતે આદિલ સાથેના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. અગાઉ રાખીએ રિતેશ રાજ સિંહ સાથે સાત ફેરા લીધા હતા. બંને રિયાલિટી શો બિગ બોસમાં સાથે હતા, પરંતુ શોમાંથી બહાર આવ્યાના થોડા દિવસો બાદ રિતેશ અને રાખી અલગ થઈ ગયા.

આ પણ વાંચો : તિરંગાના અપમાનના વિરોધમાં હનુમાન ચાલીસા

Back to top button