સરકારે લોન આપતી આ એપ્સથી પરથી હટાવ્યો પ્રતિબંધ, તમે પણ જોઇ લો યાદી
ભારત સરકાર દ્વારા લોન આપનાર 230 થી વધારે એપ્લીકેશન પર પ્રતિબંધ કર્યો હતો. પરંતુ હાલમાં જ ભારત સરકાર દ્વારા આ પ્રતિબંધિત એપ્લીકેશન પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એટલે કે તમે પણ હવે લોન આપનાર આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશો. લોન આપનાર આ એપ્લીકેશન પર કેમ પ્રતિબંધ લગાવવમાં આવ્યો હતો તે વિશે વિસ્તૃતમાં જાણીએ.
આ પણ વાંચો:ChatGPT અને Google બાદ ચેટબોટ જંગમાં ચીનની એન્ટ્રી, જાણો કયું ચેટબોટ આવશે
ભારત સરકાર દ્વારા તાજેતરમાં ૨30 થી વધુ લોન આપનાર અને બેટિંગવાળી એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ એપ્સ ચીન સાથે સબંધિત હોવાથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એક રીપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ઘણી બધી એપ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત એપ્સએ ભારત સાથે સંબંધિત છે એટલા માટે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.
આ યાદીમાં ઘણામોટા નામો સમાવિષ્ટ છે. ઇકોનોમિકસ ટાઈમ્સના રીપોર્ટ અનુસાર, આ યાદીમાં PayUનું LazyPay અને Kissht સામેલ છે જેના પરથી ભારતે પ્રતિબંધ હટાવી દીધો છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે LazzyPay, Kissht, indiabullshomeloans.com, buddyloans.com, faircent.com, KreditBee અને mPokkeનું Aptoide વર્જન પણ સમાવિષ્ટ છે. જેનાથી લાખો ગ્રાહકોને રાહત મળી છે. ભારતીય લોન એપ્સ પર લાગેલા પ્રતિબંધથી ઘણા લોકો નારાજ હતા અને સોશિયલ મીડિયા પર યુઝર્સ ફરિયાદ પણ કરતા હતા.
આ પણ વાંચો:લોન લેનારાઓને મોટો ઝાટકો, રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો
ઘણીબધી વેબસાઈટ ચાલુ થઇ
ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા પુષ્ટિ કરી છે કે મોટાભાગે મોટી ISPએ આ એપ્સ અને વેબસાઈટોને અનબ્લોક કરી દીધી છે. રીપોર્ટનો દાવો છે કે આવનાર સમયમાં ચીન સાથે ન જોડાયેલ એપ્સ પરથી પણ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે અને યુઝર્સ એનો ઉપયોગ કરી શકશે.
રીપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ને ઘણાબધા પ્લેટફોર્મના માધ્યમથી ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવ્યા હતા જેના આધારે એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ એપમાં 138 બેટિંગ એપ્સ અને 94 લોન આપનાર એપ્સનો સમાવેશ હતો.
આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસે લોન્ચ કરી આ એપ્લિકેશન, જે ટ્રાફિકમાં બચાવશે તમારો સમય
કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ભલામણથી ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા આ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. IT Actની કલમ 69 મુજબ આ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હવે આ એપ્સ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જેથી યુઝર્સને રાહત થઇ છે.