મનોરંજન

ઉર્વશી રૌતેલાએ ઋષભ શેટ્ટી સાથે શેર તસવીર, શું ખરેખર kantara 2માં થઈ છે એન્ટ્રી ?

Text To Speech

તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર કન્ન્ડ એક્ટર ઋષભ શેટ્ટી સાથેની એક તસવીર શેર કરી છે. જે બાદ કાંતારા 2 (kantara 2)માં તેના હોવાની ચર્ચા થવા લાગી છે. ત્યારે આ વાતમા કેટલી હકીકત છે. તે અમે તમને જણાવીશું.

ઉર્વશીએ ઋષભ શેટ્ટી સાથે શેયર કરી તસવીર

ગત વર્ષે 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ કાંતારાએ બોક્સ ઓફિસ પર રોજ નવો ઇતિહાસ રચ્યો હતો. અગાઉ કન્નડ ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને એટલો બધો પ્રેમ મળ્યો હતો કે તેના નિર્માતાઓએ પાછળથી હિન્દી, તેલુગુ અને મલયાલમ ભાષામાં ફિલ્મ રિલીઝ કરી હતી. ઋષભ શેટ્ટીની આ ફિલ્મ દરેક ભાષામાં લોકોને પસંદ આવી હતી. હવે તેમના ચાહકો ફિલ્મના બીજા ભાગની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી છે. જેને લઈને તે આ ફિલ્મમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશીએ પોસ્ટમાં શું લખ્યું ?

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર ‘ કાંતારા 2’ને લઈને મોટી સરપ્રાઈઝ આપી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઋષભ શેટ્ટી સાથેનો ફોટો શેર કર્યો છે જેમાં ઉર્વશીએ લખ્યું છે કે, ‘કાંતારા 2, રિષભ શેટ્ટી Loading..હવે ઉર્વશીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકોએ ફિલ્મના બીજા ભાગમાં ઉર્વશીની એન્ટ્રીની શક્યતા વ્યક્ત કરી છે, તો કેટલાક યૂઝર્સે આ વિશે એક્ટ્રેસને ટ્રોલ પણ કરી હતી.

કાંતારા-2 માં ઉર્વશી-humdekhengenews

જાણો શું છે હકીકત

‘કાંતારા 2’માં ઉર્વશી રૌતેલાની એન્ટ્રી વિશે વાત કરતા આ ફિલ્મને બનાવનાર પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, “‘કાંતારા 2’માં ઉર્વશી રૌતેલાની કાસ્ટિંગ વિશેની તમામ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે. હાલમાં જ ઉર્વશી અને ઋષભ શેટ્ટીની મુલાકાત થઇ હતી જ્યાં અભિનેત્રીએ તેમને મળવાની અપીલ કરી હતી. અભિનેત્રીએ એક ખાસ કેપ્શન સાથે રિષભ સાથે ક્લિક કરેલો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ સંપૂર્ણપણે ખોટી અફવાઓનો માહોલ સર્જાયો હતો. પરંતુ તે કાંતારા ફિલ્મનો હિસ્સો નથી.

આ પણ વાંચો : પાલિકાઓને કારણે રાજ્યના અનેક શહેરોમાં અંધારપટ, વર્ષોથી વીજ બીલ બાકી રહેતા કપાયા કનેક્શન

Back to top button