રાજ્યમાં જે રીતે ટેકનોલોજીના ક્ષેત્ર ગુના વધી રહ્યા છે તે રીતે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 11 ગણો વધારો થયો છે. સાઇબર ગુનેગારો લોકોને છેતરવા માટે નિતનવા રસ્તાઓ શોધતા રહે છે. તેઓ ક્યારેક SMS દ્વારા લિન્ક મોકલે છે તો ક્યારેક વિના વ્યાજની લોનની લાલચો આપને જેતે વ્યક્તિને છેતરપિંડી આચરે છે અથવા વધુ રૂપિયા આપવાની લાલચ દ્વારા OTP મેળવી લે છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારે જંત્રીના અમલની તારીખ 15 એપ્રિલ જ કેમ રાખી ?
ગુજરાતમાં કોરોનાકાળ પછી સતત ફેક કોલનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં 2020, 2021 અને 2022માં સાઇબર છેતરપિંડીથી સંબંધિત કોલોમાં 11 ગણો વધારો થયો છે. ગુજરાત સાઇબર ગુનાના અધિકારીઓ આવી ગેંગને પકડવાનો દાવો કરી રહ્યા છે, તેમ છતાં ગુજરાતીઓ કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. જેમાં દરરોજ 1 હજારથી વધુ કોલ આવ્યા છે, તેમાં 46 હજારથી વધુ કોલ આવ્યા છે.
વાત જો વર્ષ 2023ના પહેલા 40 દિવસોમાં પ્રતિદિન ગુજરાતીઓ રૂ. 1.16 કરોડ ગુમાવ્યા છે. રાજ્યના સાઇબર ગુનાના આંકડા અનુસાર 2023માં અત્યાર સુધી ગુજરાતીઓને કુલ રૂ. 46.63 કરોડનું નુકસાન થયું છે. કેટલાંક અધિકારીઓના અનુસાર ગુજરાતીઓ હંમેશાં સાઇબર ઠગના સરળ નિશાના પર રહે છે. તેમાં 2023ના પહેલા 40 દિવસોમાં અમને નાણાકીય છેતરપિંડી સંબંધિત 8731 કોલ નોંધ્યા છે.
સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર પ્રતિદિન આશરે 1000 કોલ આવે છે, જે પ્રમાણે પ્રાપ્ત કોલની સંખ્યા આશ્ચર્યજનક રીતે 46,845 કોલ આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા ગુનાઇત વ્યક્તિઓ પર શિકંજો કસતા રહે છે અને તેમાં પણ સાઇબર ઠગ લોકો નવા-નવા પ્રકાર શોધી કાઢે છે. હાલના દિવસોમાં ઇલેક્ટ્રિસિટી બિલ છેતરપિંડી, , પ્રભાવશાળી અને નામાંકિત હસ્તીઓના ફેક ID બનાવવા, OTP છેતરપિંડી, ઇન્ટરનેટ એપ્લિકેશન છેતરપિંડી સેક્સોર્ટશન અને મૂડીરોકાણને લગતી છેતરપિંડી થાય છે. જેમાં દરેક પ્રકારના લોકો ભોગ બનતાં હોય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધતી ગુનાખોરી, 6 મહિનામાં 1763 E-FIR નોંધાઇ, આ શહેર રહ્યું ટોપમાં