ટ્રેન્ડિંગવર્લ્ડ

તુર્કીમાં 128 કલાકે બે મહિનાનો બાળક જીવત મળ્યો, જુઓ વીડિયો

Text To Speech

તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે કેટલાંક લોકોનો ચમત્કાર રીતે બચી રહ્યા છે. અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયમાં મોતનો આંક 28 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તુર્કીના ભૂકંપના લગભગ 128 કલાક બાદ બે મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

હાલમાં બંને દેશમાં રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. તબાહી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે.

તુર્કીના હટેમાં ગઈકાલે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : તુર્કી-સીરિયામાં મોતનો આંક 28 હજારને પાર, ભારતે વધુ એક મદદ મોકલી

Back to top button