મરચાની તીખાશ ખિસ્સામાં લાગશે ! ગોંડલીયા મરચાના ભાવમાં થયો આટલો વધારો
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહી આવતા હોય છે. ગોંડલના તીખા મરચા તેની તીખાસને કારણે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. ત્યારે આ મરચાના ભવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે.
ગોંડલીયા મરચાના ભાવમાં વધારો
વધતી જતી મોંઘવારીમાં વધુ એક ડામ લોકોને પડવા જઈ રહ્યો છે. એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર ગુજરાતનું પ્રખ્યાત છે ગોંડળીયું મરચું પણ હવે લોકોને મોંધુ પડશે. ગોંડલનું મરચુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અને તેની માંગ પણ વધુ હોય છે. જેના કારણે કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે.
જાણો કેટલો છે ભાવ
ગોંડલના મરચાનો એક મળે આશરે 1500થી 2000 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે. એક તરફ મરચાનો ભાવ વધતા લોકોની મુશ્કેલીઓ વધી છે તો બીજી તરફ આ મરચાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગયા વર્ષે 20 કિલો મરચાના ભાવ 2500થી 3000 રૂપિયા સુધી મળતા હતા, જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 4000 થી 5000 રૂપિયા સુધી મળી રહ્યા છે. જેથી આ વખતે ખેડૂતોને મરચાનો સારો ભાવ મળ્યો છે.
આ વખતે મરચાની આટલી આવક નોંધાઈ
હાલ ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં મરચાની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. અને યાર્ડની બહાર બંને બાજુ 2000થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.
આ કારણે વધ્યા ભાવ
આ વખતે મરચાના સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદન ઓછું છે જેથી આ મરચાંના ભાવ સારા મળી રહ્યા છે. તેમજ ગોંડલમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો : સુરતમાં આધુનિક સુવિધાથી સજ્જ 288 પોલીસ આવાસોનું ગૃહરાજ્યમંત્રીએ કર્યું લોકાર્પણ