ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો કર્યો છે, જેના વિરોધમાં જુદી જુદી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કરાચીના મધ્ય જિલ્લામાં જૂની શાક માર્કેટ પાસેના પેટ્રોલ પંપ પર નાગરિકોએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનીઓએ પથ્થરમારો કર્યો અને પંપ તોડી નાખ્યા હતા. લરકાનામાં પણ પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. અહેવાલ મુજબ, લરકાનાના જિન્ના બાગ ચોકમાં ગુસ્સે થયેલા નાગરિકોએ ટાયરો સળગાવ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી હતી.
પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં પ્રતિ લીટર 30 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પછી પેટ્રોલ 179.85 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 174.15 રૂપિયા પ્રતિ લીટર અને કેરોસીન 155.95 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. આના એક દિવસ પહેલા કતારમાં પાકિસ્તાન સરકાર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વચ્ચે આર્થિક મદદ અંગેની વાતચીત અનિર્ણિત રહી હતી.
28 અબજના રાહત પેકેજની જાહેરાત
દર વખતની જેમ આ વખતે પણ શાહબાઝ સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે તેમના કારણે તેમણે ભારે હૈયે ઈંધણની કિંમતો વધારવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો હતો.
લોટની વધેલી કિંમતો પર પાક પીએમનું નિવેદન
થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાનને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું કે જો નેતા 10 કિલો ઘઉંના લોટની બોરીની કિંમત ઘટાડીને 400 રૂપિયા નહીં કરે તો તે પોતાના કપડા વેચશે અને પોતે લોકોને સસ્તો લોટ આપશે. ઠાકારા સ્ટેડિયમમાં જનસભાને સંબોધતા PM એ કહ્યું કે, હું મારી વાતનું પુનરાવર્તન કરું છું, હું મારા કપડાં વેચીશ અને લોકોને સૌથી સસ્તો ઘઉંનો લોટ આપીશ.