ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ ના શક્તિરથનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત અને સામૈયું કરાયું

Text To Speech

પાલનપુર: રાજ્ય સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ગબ્બર તળેટી ખાતે આજ તા. 12 થી 16 ફેબ્રુઆરી-2023 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શક્તિરથના માધ્યમથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ મા અંબા નું તેડુ પહોંચ્યું

 શક્તિરથ-humdekhengenews

આ મહોત્સવમાં પધારવા માઇભક્તોને મા નું તેડું પાઠવવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતેથી તા. 7 ફેબ્રુઆરીના રોજ “શક્તિરથ”નું માં અંબાના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

 શક્તિરથ-humdekhengenews

આ શક્તિ રથોનું ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે ગામ પ્રવેશે ત્યાં સામૈયું કરી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ

શક્તિરથ-humdekhengenews

 

આ રથોના માધ્યમથી ગામે ગામ મા અંબા નું તેડુ માઈભક્તોને સુધી પહોંચ્યું છે. જેના લીધે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પરિક્રમા માટે આવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ગામે ગામ ફરીને મા અંબા ના ધામમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

આ પણ વાંચો :રવીન્દ્ર જાડેજાને આંગળી પર ક્રીમ લગાવવું પડ્યું મોંઘુ, ICCએ કરી મોટી કાર્યવાહી

Back to top button