ટોપ ન્યૂઝનેશનલ

જમિયતના વડાનું નિવેદન, ભારત જેટલું મોદી અને ભાગવતનું છે એટલું જ મહેમૂદનું છે

Text To Speech

જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ ઇસ્લામને વિશ્વનો સૌથી જૂનો ધર્મ ગણાવ્યો હતો. એમ પણ કહ્યું હતું કે ભારત એટલું જ મેહમૂદનું છે જેટલું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતનું છે. મદનીએ શુક્રવારે સંગઠનના 34મા સામાન્ય સત્રને સંબોધિત કરતા આ વાત કહી હતી. જમિયત ચીફ મહમૂદ મદનીએ વધુમાં કહ્યું, હતું કે “ભારત આપણો દેશ છે, આ દેશ એટલો જ મહમૂદનો છે જેટલો નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતનો છે. ન તો મહમૂદ તેમનાથી એક ઈંચ આગળ છે અને ન તો તેઓ મહમૂદથી એક ઈંચ આગળ છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ કહ્યું- હિંસા હવે ત્રિપુરાની ઓળખ નથી, ભાજપે રાજ્યને ભયમુક્ત બનાવ્યું

જમિયત ઉલેમા-એ-હિંદના વડાએ વધુમાં કહ્યું કે ભારત મુસ્લિમોની પ્રથમ માતૃભૂમિ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઇસ્લામ એ ધર્મ છે જે બહારથી આવ્યો છે તેવું કહેવું પાયાવિહોણું અને ખોટું છે. મદનીએ હિન્દી મુસ્લિમો માટે ભારતને શ્રેષ્ઠ દેશ ગણાવ્યો હતો. મહમૂદ મદનીએ દેશમાં ઈસ્લામોફોબિયા અને દ્વેષપૂર્ણ ભાષણમાં કથિત વધારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન લઘુમતીઓ સામે હિંસા ભડકાવનારાઓને ખાસ સજા આપવા માટે અલગ કાયદો બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી.

Back to top button