ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારે જંત્રીના અમલની તારીખ 15 એપ્રિલ જ કેમ રાખી ?

જંત્રી મુદ્દે છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ અને વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. જેના પર આજે સવારે મુખ્યમંત્રી તરફથી પૂર્ણ વિરામ લગાવવામાં આવ્યો છે. શુક્રવારે સ્ટેમ્પ ડ્યુટીના મુદ્દે તમામ સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કર્યા બાદ જ જંત્રી મુદ્દે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતાઓ હતી. આ વચ્ચે મોડી રાત સુધી ગાંધીનગરમાં બેઠકો ચાલી હતી.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથેની બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના નાણા સલાહકાર હસમુખ અઢિયા, સુપ્રિન્ટેન્ટ ઓફ સ્ટેમ્પના જૈન દૈવન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક અંગેની મળતી માહિતી અનુસાર, જંત્રીને અમલ કરાવવા માટેની યોગ્ય ટાઇમલાઇન નક્કી કરવા માટે વિચારણા થઈ હતી. તેમજ જો જંત્રી પાછળ લઈ જવાના કારણે શું નુકસાન થશે તેમજ કેવી રીતે તેને કાર્યરત રાખવી આ તમામ મુદ્દે ચર્ચા થઈ હતી.

Hum Dekhenege News - 2023-02-11T091601.983

શા માટે 15 એપ્રિલ જ પસંદ કરવામાં આવી ?

જો કે સૌથી પહેલો પ્રશ્ન થઈ રહ્યો છે કે કેમ 15 એપ્રિલ જ પસંદગી કરવામાં આવી, તો તેના અંગેનું સરકારી ગણિત સમજવાની કોશિશ કરીએ. સરકાર તરફથી મહદ અંશે પહેલી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2023-24થી તેના અમલની શક્યતા ચકાસવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા છૂટના 15 દિવસ વધારાના આપવામાં આવ્યા છે. તે દરમિયાન જંત્રીના દરોને લઈને બિનખેતી પ્રીમિયમ ચાર્જેબલ એફએસઆઇમાં નવી જંત્રીના દરોના વધતા ભારણ માટે પણ વિચારણાનો અવકાશ રહેશે.

15મી એપ્રિલ 2023 સુધી હિસાબી વર્ષ પૂરું થવા સુધી અમલવારી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે જંત્રીના દરને લઈને પ્રતિનિધિઓ દ્વારા સ્થળ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચથી 50% સુધીનો વધારો અને ત્યાર બાદ પ્રત્યેક વર્ષ નવા વર્ષ જંત્રીમાં બે ટકાનો વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. નારેડકોએ જંત્રીના તત્કાળા અમલને લઈને 60થી 90 દિવસનો સમય આપી સુધારા વધારા આપવાની માંગણી કરવામાં આવી છે. રજૂઆતોને ધ્યાનમાં લઈને નવી જંત્રીના અમલમાં આંશિકપણે રાહત આપવા સરકારે વિચારણા કરી.

આ પણ વાંચો : જંત્રીના ભાવ વધારા ના વિરોધમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

આખરે આજે રાજ્ય સરકાર દ્વારા 15મી એપ્રિલ 2023થી નવી જંત્રીનો અમલ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ બમણી જંત્રીમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તે વાત સ્પષ્ટ કરી દીધી છે. તેમજ તેના પર લાગતી તમામ કાર્યવાહી માટે પણ પૂર્વ તૈયારીઓ માટે બિલ્ડર તેમજ રિઅલ એસ્ટેટના સભ્યોને અને સરકારી કાર્યવાહીમાં પણ સંપૂર્ણ રીતે કામ પૂર્ણ થઈ શકશે.

Back to top button