મધ્ય ગુજરાત

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચુંટણી પૂર્વે 10 સહકારી આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો

Text To Speech

એક તરફ ગુજરાત ભાજપની સહકારી ક્ષેત્રે પકડ મજબૂત થતી જતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે 10 થી વધુ મધ્ય ગુજરાતના સહકારી આગેવાનોએ કેસરીયો ધારણ કરી લીધો છે ત્યારે આગામી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચુંટણી દિલચસ્પ બને તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : ભાજપની કારોબારી મહિલા સભ્ય અને તેમના પુત્રએ કરી છેતરપિંડી, શ્રવણ તીર્થયાત્રાના નામે લાખો પડાવ્યા
સહકારી - Humdekhengenews ગુજરાત ભાજપમાં છેલ્લા ગણા સમયથી એક પછી એક મોટા નેતાઓ અને સહકારી આગેવાનો જોડાઈ ચૂક્યા છે અને હાલ પણ તે સિલસિલો યથાવત છે. હજુ હમણાં થોડા સમય અગાઉ આણંદના પૂર્વ કોંગી ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર કેસરીયો ધારણ કરી ચૂક્યા હતા ત્યારે આજે મધ્ય ગુજરાતના દસ થી વધુ સહકારી આગેવાનોએ કેસરીયો ધારણ કરી લીધો છે. કાંતિ સોઢા પરમાર પણ સહકરી ક્ષેત્રે જોડાયેલા છે અને વિધાનસભા ચુંટણીમાં હાર થયા બાદ પોતાનું વર્ચસ્વ સહકારી ક્ષેત્રમાં ટકાવી રાખવા ભાજપમાં જોડાય હતા તેવી વાતો ફરતી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપ સહકારી ક્ષેત્રે પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે ત્યારે આજે મધ્ય ગુજરાતના સહકરી આગેવાનોએ કેસરીયો ધારણ કરી લીધો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં 10 થી વધુ સહકારી આગેવાનોએ કેસરીયો ધારણ કરી લીધો છે. હવે નજીકના સમયમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચુંટણી આવી રહી છે ત્યારે આ ભાજપનો મોટો દાવ હોઈ શકે છે. ગુજરાતમાં હાલ જોવા જઈએ તો સહકારી ક્ષેત્રોમાં પણ ભાજપ ધીરે ધીરે પોતાની પકડ બનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે ભવિષ્યમાં સહકરી ક્ષેત્રમાં પણ કેસરીયો થાય તો નવાઈ નહિ.

Back to top button