વર્લ્ડ

અદનાન 94 કલાક કાટમાળમાં દટાયેલો રહ્યો, પેશાબ પીને જીવ બચાવ્યો; વાંચો ચોંકાવનારો કિસ્સો!

Text To Speech

તુર્કી અને સીરિયામાં 25000થી વધુ લોકોના મોત થયા છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દર થોડા કલાકે દરેક જગ્યાએથી ચીસો સંભળાય છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ તુર્કી મિરેકલ સ્ટોરીઝ પણ સામે આવી રહી છે, જે આશ્ચર્યજનક છે. મળતી માહિતી મુજબ, ભૂકંપ બાદ તુર્કીના ગાજિયાંટેપમાં ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન બિલ્ડિંગની અંદર હાજર 17 વર્ષીય અદનાન મોહમ્મદ કોરકુટ કાટમાળ નીચે દટાઈ ગયો હતો. અદનાન 6 જાન્યુઆરીની સવારથી મદદની શોધમાં હતો પરંતુ પોતાને કાટમાળમાંથી બહાર કાઢવામાં અસમર્થ હતો, પરંતુ પ્રયાસ કરતો રહ્યો.

આ પણ વાંચો : તુર્કી-સીરિયામાં મુશ્કેલી વચ્ચે ભારતના #OperationDost કામગીરીની વિશ્વ લઈ રહ્યું છે નોંધ !

અદનાન પણ સમયાંતરે મદદ માટે બૂમો પાડતો હતો. લગભગ 94 કલાક પછી રેસ્ક્યુ ટીમને અદનાનનો અવાજ સંભળાયો, ત્યારબાદ ટીમ તેની પાસે પહોંચી. ઘણી મહેનત બાદ અદનાનને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં, અદનાનને નજીકની કામચલાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે અદનાન કાટમાળમાં ફસાયો હતો, ત્યારે તે તેના હાથ અને પગને ખસેડવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેની ઉપર એટલી ભારે કોંક્રિટ દિવાલ હતી કે તે દૂર કરી શક્યો ન હતો. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ અદનાને જણાવ્યું કે જીવિત રહેવા માટે તેણે પોતાનો પેશાબ પણ પીધો હતો.

Back to top button