સ્પોર્ટસ

INDvsAUS 1st Test: પ્રથમ ઇનિંગમાં ભારત 223 રનની લીડ સાથે ઓલઆઉટ, જાણો શું રહ્યો સ્કોર

Text To Speech

ટીમ ઈન્ડિયા ઘર આંગણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં પૂર્ણ થઈ છે. ભારતે આ આ સાથે જ 223 રનની લીડ લીઈને મેચમાં સ્થિતિ મજબૂત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ આ ઇનિંગમાં 7 વિકેટ, નાથન લિયોને 1 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. જ્યારે ત્રીજા દિવસે અક્ષર પટેલે 84 અને જાડેજાએ 70 રન બનાવ્યા છે.

જ્યારે ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતીય ટીમનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 321 રન હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર ​​ટોડ મર્ફીએ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પોતાની ટીમને દિવસની પ્રથમ સફળતા અપાવી હતી. જાડેજાએ 70 રન બનાવ્યા હતા.

Team India IND vs AUS 1st Test Hum Dekhenge News

આ પછી અક્ષર પટેલ અને મોહમ્મદ શમી વચ્ચે 9મી વિકેટ માટે 52 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. મોહમ્મદ શમીએ માત્ર 47 બોલનો સામનો કરીને 37 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 3 છગ્ગા પણ જોવા મળ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સના આધારે 200થી વધુની લીડ મેળવી લીધી હતી. આ પછી ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો હતો. જેની સાથે જ ભારત મજબૂત સ્થિતિમાં 223 રનની લીડ પર છે.

આ પણ વાંચો : Ind vs Aus 1st Test: પ્રથમ ટેસ્ટમાં હંગામો, જાડેજા પર બોલ સાથે છેડછાડનો આરોપ

Back to top button