ગુજરાતટોપ ન્યૂઝ

#BreakingNews : હવે જંત્રીનો નવો દર આ તારીખથી થશે લાગુ, મુખ્યમંત્રીએ કર્યો મહત્વનો નિર્ણય

Text To Speech

રાજ્યમાં જંત્રી અંગે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 /4 /2023 થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. જેની સાથે જ સરકારનો અગાઉ 4 ફેબ્રુઆરીથી જંત્રી લાગુ થવાના નિર્ણય પર બ્રેક લાગી છે.

અગાઉ રાજ્યમાં તા. 4 ફેબ્રુઆરી ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે. એટલે કે હવે 15 એપ્રિલ પછીથી ડબલ જંત્રીનો દર સમગ્ર રાજ્યમાં લાગુ પડશે.  જેના કારણે સામાન્ય જનતા અને રિઅલ એસ્ટેટને રાહત મળશે.

જંત્રી એટલે શું Hum Dekhenege News

જંત્રીના મુદ્દા પર રાજ્ય સરકાર પર સતત દબાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં બિલ્ડર સંગઠન દ્વારા જિલ્લા સ્તરે શુક્રવારે રજુઆતો કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ક્રેડાઇ સહિતના સંગઠનોએ ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રીથી લઈ સ્ટેમ્પ ડ્યુટી અધિકારીઓને પણ જંત્રીના વધારા કારણે થનાર તકલીફો અંગે માહિતગાર કર્યા છે.

આ પણ વાંચો : જંત્રીના ભાવ વધારા ના વિરોધમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

સરકાર સાથે બિલ્ડર્સ અને સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ થઈ હતી જેના બાદથી સરકાર પર દબાણ વધી રહ્યું હતું. ગુજરાત ક્રેડાઈ તરફથી માંગણી કરવામાં આવી હતી કે, ક્યાં તો થોડો સમય આપવામાં આવે અથવા તો થોડો ઘટાડો કરવામાં આવે. જેના પર સરકારે હાલ પૂરતી બ્રેક લગાવીને રાહત આપી છે. ક્રેડાઈ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને કહ્યું કે, આ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો છે તેને અમે આવકારીએ છીએ.

Back to top button