ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું, બેવડી ઋતુથી લોકો પરેશાન

Text To Speech

હાલ રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર જોવા મળ્યું છે. જેમાં કેટલાંક સ્થાનો પર વાદળ છાયુ વાતાવરણ અને સાથે જ ઠંડો પવન પણ અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ઠંડીના હજી એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે, જેની અસર જોવા મળી રહી છે.

ઠંડી - Humdekhengenews

રાજ્યમાં અમદાવાદથી ગાંધીનગર અરવલ્લી સુધી લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી સુધી પહોંચ્યું છે તો મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ 30થી 32 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીની હળવી અસર જોવા મળી રહી છે. જ્યાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 10 થી 12 ડિગ્રી સુધી નીચે પહોંચ્યું છે તો કેટલાંક સ્થાનો પર મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સુધી નોંધાય રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર પંથમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. બેવડી ઋતુની અસરના કારણે માંદગીનું પણ પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં લોકોમાં શરદી-ખાંસી અને વાયરલ બિમારીનું પણ ચલણ વધુ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના હવે ભૂતકાળ બન્યો પણ બંધ થયેલ ઉદ્યોગોનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button