ગણેશ ચતુર્થીગુજરાત

પાલનપુર: ડીસાના લટીયા ગામે લગ્નમાં ડીજે વગાડવા બાબતે હુમલો

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના લટીયા ગામે લગ્નમાં ડીજે વગાડવા બાબતે બે શખ્સોએ મામા ભાણેજ પર હુમલો કરતા મામાને ગંભીર ઇજા પહોંચતી હતી. ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દાખલ કરાયા હતા.જ્યારે આ બનાવ અંગે બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

બે શખ્સોએ હુમલો કરતા મામા ભણેજને ઇજા

ડીજે હુમલો-humdekhengenews

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના મોટી ભાખર ડાભીપુરા ગામના ભવાનજી મસાજી ઠાકોર ડીસા તાલુકા લટિયા ગામે લગ્ન પ્રસંગ હોઈ તેમના ભાણેજની ગાડીમાં સંબંધીઓ સાથે લટીયા ગામે ગયા હતા. જ્યાં તેઓ ગાડી પાર્ક કરીને આવતા હતા ત્યારે લટીયા ગામના પીન્ટુજી પાડખાનજી ઠાકોર અને તેનો ભાઈ મુકેશજી પાડખાનજી ઠાકોર બંને જણા મોટરસાયકલ પર આવી તેમના ભાણેજ ટીનાજી ને ગાળો બોલી તમે કેમ અમારા ગામમાં ડીજે વગાડો છો, તેમ કહી હુમલો કર્યો હતો.

ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

જેથી તેઓએ લગ્ન પ્રસંગ હોય ઝઘડો નહીં કરવા જણાવ્યું હતું. જોકે મુકેશ અને પીન્ટુ બંને જણાએ ટીનાજીને ગડદા પાટુ નો માર મારી ભવાનજીને ઊંધું ધારિયું મારતા ભવાનજીને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન જાનમાં આવેલા અન્ય લોકોએ ભવાનજી અને તેમના ભાણેજને છોડાવ્યા હતા.

જો કે ભવાનજીને ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતે ભવાનજીએ ડીસા તાલુકા પોલીસ મથકે મુકેશ અને પીન્ટુ ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પાલનપુર: ડીસા – પાટણ હાઇવે પર ઘાસ ભરેલી ટ્રક પલટી

Back to top button