ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસામાં બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગમાં 250 બાળકો જોડાયા

Text To Speech

પાલનપુર: રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ડીસા દ્વારા બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ (CPR)ઇન ઇમરજન્સી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 લાઈફ સપોર્ટ ટ્રેનિંગ-humdekhengenews

જેમાં ડૉ.ગુર્જરીબેન ગાંધી, ડૉ. દીપકભાઈ પરમાર (સેક્રેટરી,IMA) દ્વારા બાળકોને ઈમરજન્સીમાં કોઈપણ સાધન ન હોય ત્યારે કોઈપણ દર્દીને હાર્ટ એટેકની પરિસ્થિતિ સર્જાય ત્યારે પ્રાથમિક સારવાર બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 250 બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ.બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રિન્સિપાલ રાજુભાઈ રબારી, તૃપ્તિબેન, ડૉ. અલ્પાબેન, કાંતાબેન, ડો.જીગીશાબેન, ફાલ્ગુનીબેન, દિવ્યાબેન તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે યોજાયો હતો.

આ પણ વાંચો :પાલનપુર: અંબાજી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા : લાખો શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ

Back to top button