પાલનપુર: ડીસા તાલુકાની યોજાઇ સંકલન બેઠક, ઉનાળામાં પાણીના પ્રશ્નની થઈ ચર્ચા
પાલનપુર: ડીસા તાલુકાની સંકલન બેઠક ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે જઈ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ તાલુકા કક્ષાની લગતા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
ધારાસભ્ય પ્રવીણ માળીએ તાલુકાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સૂચનો કર્યા
ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે ડીસા તાલુકા કક્ષાની સંકલન બેઠક ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં ડીસા નાયબ કલેકટર એન. એચ. પંચાલ, સિટી મામલતદાર સતિષભાઈ બોડાણા, તાલુકા મામલતદાર કે. એચ. તરાલ સહિત તાલુકાના વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય એ રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટો માંથી ગ્રામ્ય લેવલ સુધી થતા કામોની સમીક્ષા કરી હતી. ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ઉનાળાની સિઝનને લઈ પાણીની વ્યવસ્થા અંગેની પણ ચર્ચાઓ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત રોડ રસ્તા, શૈક્ષણિક, ખેતીવાડી સહિતના વિભાગોના પ્રશ્નોની ચર્ચાઓ તેમજ અલગ અલગ વિભાગના ચાલતા કામો કયા સ્ટેજ પર પહોંચ્યા તેની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો :પાલનપુરમા જંત્રીના ભાવ વધારા સામે ડીસાના બિલ્ડરોનો વિરોધ