નેશનલ

રાજસ્થાનની જનતાને મુખ્યમંત્રીએ બજેટમાં આપી ભેટ, હવે સરકાર આપશે આટલાં રૂ.માં રસોઈ ગેસ

Text To Speech

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષ 2023નું બજેટ રજૂ કર્યું હતુ. જેમાં અશોક ગેહલોતે અનેક મહ્તવની જાહેરાતો કરી હતી. મહતવનું છે કે રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણીને ધ્યાને રાખીને રાજસ્થાનની જનતાને ખુશ કરવાના પ્રયત્નો કર્યા છે. અશોક ગેહલોતે બજેટમાં રસોઈ ગેસ સસ્તો કરવાની જાહેરાત કરી છે.

500 રૂપિયામાં રસોઈ ગેસ આપવાની જાહેરાત

રાજસ્થાન બજેટ 2023 રજૂ કરતી વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે અનેક જાહેરાતો કરી છે. જેમાં ખાસ કરીને યુવાનો અને ગરીબ પરિવારો માટે મહત્વની જાહેરાતો કરી છે. જેમાં ગહેલોતે 500 રૂપિયામાં રસોઈ ગેસ આપવાની જાહેરાત કરી છે. આ સસ્તા રસોઈ ગેસનો લાભ રાજ્યના 76 લાખ ગરીબ પરિવારોને મળશે તેમ પણ જણાવ્યુ હતું. મુખ્યમંત્રીઅશોક ગેહલોતે આ જાહેરાત કરતા કહ્યું કે ‘જેમને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ સિલિન્ડર મળ્યા છે. હવે તેઓ મોંઘવારીને કારણે ગેસ ભરી શકતા નથી. અમે 76 લાખ પરિવારોને 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપીશું. તેના પર 1 હજાર કરોડનો ખર્ચ થશે.

અશોક ગેહલોત રાજસ્થાન બજેટ-HUMDEKHENGENEWS

અશોક ગેહલોતે અનેક મોટી જાહેરાતો કરી

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે તેમના કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતુ, આ વખતે રાજસ્થાનના બજેટ 2023માં મુખ્યમંત્રીએ જનતા માટે અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. 2023ના બજેટમાં સીએમ અશોક ગેહલોતે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ગરીબોને 500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોની ભરતી, હોસ્ટેલ અને રોડવેઝમાં મહિલાઓને આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાં વધારો વગેરે મોટી જાહેરાતો કરી છે.

આ પણ વાંચો : BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- ‘અમારો સમય બગાડો નહીં’

Back to top button