ગુજરાતટોપ ન્યૂઝ

બિલ્ડરો લડી લેવાના મૂડમાં, આગામી સમયમાં આંદોલન કરે તો નવાઈ નહીં !

Text To Speech

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કર્યા બાદ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારને તા.06/02/2023 ના રોજ રજૂઆત કરવામાં આવી હતી અને ફરી વિચાર વિમર્શ કરવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સરકાર પણ જાણે મન બનાઈ લીધું હોય તેમ કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના મૂડમાં લાગતી નથી. ત્યારે આજરોજ ક્રેડાઈ દ્વારા અને અન્ય બિલ્ડર એસોસિએશન દ્વારા ગુજરાતમાં અલગ અલગ જિલ્લા કલેકટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે જંત્રીના દરને તર્કસંગત બનાવવા વાસ્તવિક પરિસ્થિતિને અવલોકન લઈને સાઈનટીફીક રીતે જંત્રી તૈયાર કરવામાં આવે ત્યારે હવે સરકાર આગામી સમયમાં નમતું જોખે છે કે નહીં તે તો આવનાર સમયમાં ખબર પડશે પણ હાલ બિલ્ડરો પણ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને જંત્રીના દર મુદ્દે ધારાસભ્યો અને સાંસદ સભ્યોને પણ રજૂઆત કરશે.

આ પણ વાંચો : BAOU વિવાદ : યુનિવર્સિટી પર લાગેલા આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ, જાણો સાચી વાત Hum Dekhenge ની સાથે
જંત્રી - Humdekhengenews ગુજરાત રાજ્યના બિલ્ડરો હાલ પૂરતા સરકાર પાસે રજૂઆત તો કરી રહ્યા છે પણ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર આ બાબતે કોઈ ફેરવિચાર કરે તેવી શક્યતા હમણા પૂરતી નહિવત દેખાઈ રહી છે, વધુમાં મળતી માહિતી મુજબ સરકારે ઘણા વર્ષો બાદ જંત્રીના દરમાં વધારો કર્યો છે અને છેલ્લા ઘણા સમયથી આ અંગે વિચાર વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાનું માલૂમ પડેલ છે. થોડા દિવસ અગાઉ ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ જંત્રીના દર મુદ્દે નિવેદન આપવામાં આવ્યું હતું કે, સરકારે ઘણા વર્ષો બાદ જંત્રીના દરમાં વધારો કર્યો છે અને જે યોગ્ય પણ છે. એટલે કદાચ નીતિન પટેલે પણ ત્યારેજ ઈશારો આપી દીધો હતો કે સરકાર દ્વારા આમાં કોઈ ફેરવિચાર નહીં થાય.

આ પણ વાંચો : AMC : 2023-24નું રૂ.9482 કરોડનું બજેટ રજૂ થયું, જંત્રીમાંથી અમદાવાદીઓને મળી મોટી રાહત
જંત્રી - Humdekhengenewsત્યારે હવે બિલ્ડર એસોસિએશન પણ સરકાર પાસે જંત્રીના દર ને લઈને પોતાની માંગોની રજૂઆત કરી રહ્યા છે અને જો તેમની માંગો ન સ્વીકારે તો સરકાર સામે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. એટલે આગામી સમયમાં બિલ્ડરો પણ આંદોલનના માર્ગે ચાલે તો નવાઈ નહીં.

Back to top button