ટ્રેન્ડિંગધર્મયુટિલીટીલાઈફસ્ટાઈલ

બેડરૂમ અને કિચન સામસામે કેમ ન હોવા જોઇએ? જાણો શું થઇ શકે નુકશાન

Text To Speech

વાસ્તુ પ્રાચીન કાળથી ચાલી આવતી ભારતીય પરંપરા છે. વાસ્તુ અનુસાર કોઇ પણ ઘરનું નિર્માણ અને સજાવટ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ ટકેલી રહે છે, જોકે ઘણી વખત લોકો વાસ્તુ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓને ગંભીરતાથી લેતા નથી. ઘરમાં ક્યાંકને ક્યાંક કમીઓ રહી જાય છે. જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આ કમીઓના લીધે ઘરમાં અરસ પરસ કલેશ થાય છે અને તણાવનું વાતાવરણ ઉભુ થાય છે. વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.

બેડરૂમ અને કિચન સામસામે કેમ ન હોવા જોઇએ? જાણો શું થઇ શકે નુકશાન hum dekhenge news

વાસ્તુ અનુસાર બેડરૂમની સામે કિચન બનાવવાથી વાસ્તુદોષ લાગે છે. જાણો આ વાસ્તુ દોષને દુર કરવાના ઉપાયો

  • વાસ્તુ એક્સપર્ટ કહે છે કે બેડરૂમની સામે બનેલા કિચનના કારણે ઉત્પન્ન થતા વાસ્તુ દોષને દુર કરવા માટે કિચનમાં કામ કરતી વખતે બેડરૂમનો દરવાજો બંધ રાખો.
  • આ પ્રકારના વાસ્તુ દોષને દુર કરવા માટે કિચનમાં એક દરવાજો હોવો જોઇએ. જેના દ્વારા કિચનની બહાર આવવા જવાનું થઇ શકે.
  • વાસ્તુ દોષ દુર કરવા માટે બેડરૂમ અને કિચનને જોડનારી સીલિંગમાં એક વિંડ ચાઇમ્સ જરૂર લટકાવો.
  • વિંડ ચાઇમમાં છ કે આઠની સંખ્યામાં બેલ લાગેલા હોવા જોઇએ.
  • વિન્ડ ચાઇમમાં હાર્ટ કે ડોલ્ફિન જેવી આકૃતિ ન હોવી જોઇએ.

આ પણ વાંચોઃ Voluntary Providend Fund: સ્માર્ટ લોકો પસંદ કરે છે આ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ

Back to top button