AMC : 2023-24નું રૂ.9482 કરોડનું બજેટ રજૂ થયું, જંત્રીમાંથી અમદાવાદીઓને મળી મોટી રાહત
અમદાવાદ શહેરના બજેટની આખરે અંતિમ ચર્ચા બાજ રજુ કરવામાં આવ્યું છે. મનપા કમિશનરે વર્ષ 2023-24 ના કમિશનરના રૂ 8400 કરોડના ડ્રાફ્ટ બજેટ કદમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ 1082 કરોડનો વધારો કરાયો. જે સાથે બજેટનું કુલ કદ રૂ.9482 કરોડનું થયું છે. જેમાં સૌથી મોટી રાહત અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં આપવામાં આવી છે. જેમાં નવી જંત્રી આગામી 3 વર્ષ સુધી અમલ થશે નહીં. ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવમાં આવશે. જેનાથી સામાન્ય જનતાને હાલમાં રાહત મળશે.
એટલું જ નહી અમદાવાદ મનપા કમિશ્નરે ટેક્સ વધારાના સૂચન સામે શહેરીજનોને મોટી રાહત મળી છે. કમિશ્નરે સૂચવેલા દરોમાં બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટે દરમાં પણ ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટર રૂપિયા 16માં 7નો વધારો સૂચવાયો હતો. બજેટમાં રહેણાંક મિલકતમાં દર 20 રૂપિયા કરાયો છે. કોમર્શિયલ મિલકત માટે પણ 3 રૂપિયા ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા સુચવાયા હતા હવે રૂપિયા 34 કરાયા છે. વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જ ઘટાડી 3 ટકા કરાયા છે.
આ પણ વાંચો : જંત્રી મુદ્દે બિલ્ડર્સ-ડેવલપર્સનું કડક વલણ, આજે દસ્તાવેજ નહીં કરી વિરોધ વ્યક્ત કરશે
જંત્રી મુદ્દે સૌથી મોટી રાહત
મિલકત વેરામા નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી થાય. 3 વર્ષ જૂની જંત્રી મુજબ મિલકત વેરો લેવાશે તે ઉપરાંત એડવાન્સ ટેક્સ ભરનારને 13 ટકા રિબેટ અપાશે. આ બજેટમાં વાહન વેરાના દર યથાવત રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત ઓલિમ્પિક માટે સ્ટેડિયમનું નવિનીકરણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે.
સ્વાસ્થય અને વધુ સુવિધા
જ્યારે શહેરમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે 250 કરોડના ખર્ચે અદ્યતન ટેક્નોલોજી વિકસાવાશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. શહેરમાં મહિલાઓ માટે દરેક ઝોનમાં યોગા સેન્ટર સ્થાપવાની જોગવાઈ પણ કરાઈ છે. કાઉન્સિલરોના બજેટમાં 10 લાખનો વધારો કરાયો છે. જે અગાઉ 30 લાખ હતું તે 40 લાખ કરવામાં આવ્યું છે.