હવે આ શહેરમાં પાલતુ શ્વાન પર પણ ચૂકવવો પડશે ટેક્સ !
રાજ્યના વિવિધ મનપા દ્વારા બજેટ રજુ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વડોદરા મનપા દ્વારા બજટેમાં નવો વેરો ઉમેરયો છે, પાલતુ શ્વાનનો વેરો (Tax On Pet Dog). તમને નવાઈ લાગશે પણ ગુજરાતમાં પહેલીવાર મનપા દ્વારા આ પ્રકારનો ટેક્સ નાખવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય જનતા અને પાલતુ પ્રાણી રાખનાર પર નવો ટેક્સનું ભારણ વધી રહેશે.
આ પણ વાંચો : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 4 કિ.મી લાંબો ટ્રાફિક જામ સર્જાયો
વડોદરા મનપાની બજેટની જોગવાઈમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. સ્થાયી સમિતિની રજુઆત મુજબ પાલતુ શ્વાન માટે દર 3 વર્ષે 1000નો વેરો લેવાશે. પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડની રકમ વસુલવાની તૈયારી છે. વેરા વસુલાતની ચર્ચા પણ શહેરમાં કેટલા પાલતુ શ્વાન છે, તેની માહિતી પણ આગામી સમયમાં મનપા દ્વારા એકત્ર કરવામાં આવશે.
આ અંગે વડોદરા પાલિકા પહેલી મનપા છે જે પાલતુ કૂતરાઓનો પણ વેરો ઉઘરાવશે. બજેટમાં વેરા વધારવાની સાથે એન્વાયર્નમેન્ટ ટેક્સ બાદ વધુ એક ટેક્સ ઝીંક્યો છે. જોકે, શહેરમાં કેટલા પાલતુ કૂતરા છે, તેની માહિતી જ પાલિકા પાસે નથી. શ્વાનવેરા પેટે વર્ષે રૂ. 1 કરોડ રૂપિયા જેટલી રકમ વડોદરાવાસીઓ પાસેથી લેવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સ્થાયી સમિતિમાં ચર્ચા મુજબ દર ત્રણ વર્ષે રૂ.1000નો વેરો લેવાશે, આ વેરાની ગણતરી ક્યારથી થશે તેની હાલમાં સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો : જંત્રી મુદ્દે બિલ્ડર્સ-ડેવલપર્સનું કડક વલણ, આજે દસ્તાવેજ નહીં કરી વિરોધ વ્યક્ત કરશે
વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2023-24નું રૂપિયા 4761.93 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. એક સપ્તાહની ચર્ચા વિચારણા બાદ સ્થાયી સમિતિએ 68.82 કરોડનો વધારો કરી 4830.75 કરોડનું અંદાજ પત્રમાં વધારો કરી મંજૂરી આપી હતી. જ્યારે આ વર્ષના બજેટમાં રૂપિયા 2600 કરોડના 924 વિકાસના કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 79 કરોડનો વેરો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ ટેક્સનો પણ ઉમેરો કર્યો છે.