અમૃતરૂપે ઓળખાતા ચરણામૃત અને પંચામૃત વચ્ચે છે જમીન-આસમાનનો તફાવત
પૂજામાં ચરણામૃત અને પંચામૃત બંને બહુ મહત્વનાં હોય છે. પરંતુ મોટાભાગના લોકો આ બંને વચ્ચેનું અંતર નથી જાણતા. હિંદુ ધર્મમાં પૂજામાં પંચામૃત અને ચરણામૃતનું મહત્વ બહુ વધારે છે. જોકે તમારામાંથી મોટાભાગના લોકોને આ બંને વચ્ચેનું અંતર ખબર નહીં હોય. સંપૂર્ણ શ્રદ્ધાથી તમે તેનો ઉપયોગ તો કરતા હશો પરંતુ તેનું અંતર પણ જાણી લો અહીં. ઘણીવાર આપણે પૂજામાં પંચામૃત અને ચરણામૃત સાથે સંકળાયેલ એવી ગંભીર ભૂલ કરી દેતા હોઈએ છીએ કે, કદાચ આપણને પણ તેના વિશે ખબર નથી હોતી. એવામાં આજે અમે તમને અમારા જ્યોતિષ એક્સપર્ટ ડો. રાધાકાંત વત્સે જણાવેલ માહિતીના આધારે પંચામૃત અને ચરણામૃતનું અંતર જણાવી રહ્યા છીએ.
પંચામૃત શું છે? : પંચામૃતનો અર્થ છે પંચ એટલે કે, પાંચ અમૃત, એટલે એ પાંચ ખાદ્ય પદાર્થ કે પેય પદાર્થ, જેને એકસાથે મિક્સ કરવાથી પંચામૃત બને છે. પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. પંચામૃત જે પાંચ પદાર્થોમાંથી બને છે, એ પાંચ પદાર્થ આ પ્રકારનાં છે: ગાયનું દૂધ, ઘી, દહીં, મધ અને બૂરું ખાંડ કે દળેલી ખાંડ. પંચામૃત ગ્રહણ કરવાથી મનને શાંતિ મળે છે.
પંચામૃતના લાભ : પંચામૃતનું સેવન કરવાથી શરીર રોગમુક્ત બને છે, માન્યતા છે કે, જો ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે અને જાતે પણ સ્નાન કરવામાં આવે તો તેનાથી શરીરની કાંતિ વધે છે. શરીરમાં તેજ ઉત્પન્ન થાય છે.
ચરણામૃત શું છે? : ચરણામૃત એ છે, જે ભગવાનનાં ચરણમાંથી નીકળે છે અને તેનું સેવન બધા જ ભક્તો કરે છે. મંદિરોમાં પણ ભક્તોને ચરણામૃત જ વહેંચવામાં આવે છે. આ એક તરલ પદાર્થ છે. ચરણામૃત જળ, દૂધ, તુલસી દળ અને બીજાં કેટલાંક ઔષધિય તત્વો મિક્સ કરીને બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ભગવાનનાં ચરણ ધોવા માટે કરવામાં આવે છે. તેને હંમેશાં તાંબાના કળશમાં જ મૂકવું જોઈએ.
ચરણામૃતના ફાયદા : ચરણામૃતથી બુદ્ધિની સાથે-સાથે શારીરિક ક્ષમતા પણ વધે છે. સાયન્સ અનુસાર, તેમાં રહેલાં તત્વો એન્ટીબાયોટિક હોય છે, જે શરીરમાં સ્ફૂર્તિને પ્રોત્સાહન આપે છે. સાથે-સાથે તેનાથી સ્મરણ શક્તિ પણ વધે છે. આ હતું પંચામૃત અને ચરણામૃત વચ્ચેનું અંતર, જેને જાણવું તમારા માટે ખૂબજ મહત્વનું છે.