નેશનલ

PM મોદીની મુલાકાત પહેલા દૌસામાંથી ઝડપાયો 1000 કિલો વિસ્ફોટકનો જથ્થો

Text To Speech

રાજસ્થાનના દૌસામાં એક હજાર કિલો વિસ્ફોટકો ઝડપાયા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેના કબજામાંથી 65 ડિટોનેટર અને 13 વાયર પણ મળી આવ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વિસ્ફોટકનો ગેરકાયદેસર ખાણકામમાં ઉપયોગ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવા 12મીએ દૌસા આવી રહ્યા છે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ પર છે. દરમિયાન, ગુરુવારે પોલીસ નાકાબંધી દરમિયાન વિસ્ફોટકોનો જંગી જથ્થો મળી આવ્યો છે.

નરેન્દ્ર મોદી - Humdekhengenews

શું પીએમની મુલાકાત સાથે કોઈ કડી છે?

ઉલ્લેખનીય છે કે, PM મોદી 12 ફેબ્રુઆરીએ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા આવશે. આ પહેલો એક્સપ્રેસ વે હશે જે લગભગ 12 લેનનો બનશે. આના પર વાહનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. મહત્વની વાત એ છે કે હવે દિલ્હીથી જયપુર અને દૌસા પહોંચવામાં માત્ર 2 કલાકનો સમય લાગશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે દિલ્હી-મુંબઈ કોરિડોર પૂર્ણ થઈ જશે ત્યારે માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચવું શક્ય બનશે. તેવામાં તપાસ દરમિયાન આ શખસ ઝડપાયો હતો. જેની પાસેથી 65 ડિટોનેટર, 360 વિસ્ફોટક શેલ, 13 કનેક્ટિંગ વાયર મળી આવ્યા છે. આ વસૂલાત ભાંકરી રોડ પરથી થઈ છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રાજેશ મીણા તરીકે થઈ છે. પીએમની મુલાકાત સાથે તેની કોઈ કડી છે કે કેમ તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે અને પૂછપરછ કરી રહી છે.

તપાસ બાદ સત્ય બહાર આવશે

પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટકનો ઉપયોગ ગેરકાયદેસર ખાણકામમાં થવાનો હતો. તે આજે સપ્લાય કરવાનો હતો. બાતમીદારની માહિતીના આધારે કાર્યવાહી કરીને આ વસૂલાત કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

Back to top button