રાજ્ય સરકારે પૂર્વ ધારાસભ્યોનો પગાર રોક્યો, કારણ જાણી તમે પણ વિચાર કરશો
રાજ્ય સરકાર તરફથી વારંવાર ધારાસભ્યોને મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે છતાં કેટલાંક પૂર્વ ધારાસભ્યો દ્વારા નિવાસમાં પોતાનો અડિંગો જમાવ્યો છે. જેના સામે આખરે સરકારે કડક પગલાં ભરતાં 25થી વધુ પૂર્વ ધારાસભ્યોનો છેલ્લા એક મહિનાનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગાંધીનગર : 17 પૂર્વ ધારાસભ્યોને બંગલા ખાલી કરવા નોટિસ અપાઈ
છેલ્લા ઘણાં સમયથી ધારાસભ્યો તરફથી ઘર ખાલી કરવામાં આવી રહ્યા ન હતા. આ સ્થિતિમાં સદસ્ય નિવાસમાં અનેક પૂર્વ ધારાસભ્ય આવાસ ખાલી કરી નથી રહ્યાં. જેને કારણે ચાલુ ધારાસભ્યો મકાન વિહાણો બન્યા હતા. ત્યારે 17 ધારાસભ્યોનો નોટિસ આપવામાં આવી હતી. ત્યારે હવે નિયમોનું પાલન ન કરતાં પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. અંદાજિત 25થી વધુ પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાનું કડક વલણ સામે આવ્યું છે.
એટલું જ નહીં કેટલાક ધારાસભ્યોને ફાળવવામાં આવેલ ક્વાટરમાં અનેક સુવિધા આપવામાં આવે છે. ત્યારે ધારાસભયોને ફાળવવામાં આવેલ ક્વાર્ટરમાં ગેસ અને ટેલિફોનનું બિલ ધારાસભ્યોએ ભરવાનું હોય છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ ધારાસભ્યોએ ગેસ અને ટેલિફોન બિલ બાકી નથી તેવું સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. આ દરમિયાન ક્વાર્ટર ખાલી ન કરનારા અને નોડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે.
મકાન ખાલી ન કરવામાં બાબુ વાજા, સુમન ચૌહાણ, સુરેશ પટેલ, વિક્રમ માડમ, ચંદનજી ઠાકોર સહિત કુલ 17 ધરસભ્યો હજુ આ બંગલામાં અડિંગો જમાવી રાખ્યો છે. ત્યારે નવી સરકારના 4 મંત્રીઓ હાલ સર્કિટ હાઉસમાં રહી રહ્યા છે જેઓ ઉતરાણ બાદ નવા ઘરમાં રહેવા જાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Exclusive : SI કૌભાંડની વાત વચ્ચે BAOU યુનિવર્સિટીની સ્પષ્ટતા, વિદ્યાર્થીઓને કોઈ જ નુકસાન ન થાય