ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસઃ મર્ડર માટે ક્યાંથી મંગાવી હતી કાર? તપાસમાં થયા કયા ખુલાસા?

Text To Speech

પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસને રાજસ્થાન સાથે જોડવામાં આવ્યો છે. આ મામલામાં પંજાબ પોલીસની ટીમ ગુરુવારે મોડી સાંજે સરદારશહેરના સવાઈ ડેલાના ગામમાં પહોંચી હતી. મોડી રાત્રે પંજાબ પોલીસ ગામમાં રોકાઈ, પછી સરદારશહેરથી રવાના થઈ. પરંતુ રાજસ્થાનમાં પંજાબ પોલીસની શોધ હજુ ચાલુ છે.

જે ગાડી મૂસેવાલા હત્યા કેસમાં ઝડપાઈ હતી. તે રતનગઢના કોઈની હતી. પંજાબ પોલીસે તેની પૂછપરછ કરી છે. આ બાબતે તેણે જણાવ્યું કે હત્યા કેસમાં ઉપયોગમાં લેવાયેલી કાર સરદારશહેરના એક યુવકને વેચી છે. પોલીસ હવે તે યુવકને શોધી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કાર ક્યારે કોને વેચવામાં આવી અને હવે તેનો માલિક કોણ છે?

જોકે, ગાડી જેના નામે છે તે વ્યક્તિ રાજલદેસર રતનગઢનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલા સમયે તે પોતાની થાર જીપમાં મુસાફરી કરી રહ્યો હતો. સિંગરની હત્યા બાદ પંજાબ પોલીસે હત્યામાં સામેલ વાહન શોધી કાઢ્યું હતું. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

Back to top button