ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં U-20 સમિટ અંતર્ગત પ્રથમ શેરપા મીટિંગનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, 35 દેશોના પ્રતિનિધિ રહ્યા હાજર

દેશમાં એક તરફ G20 માટે દેશ વિદેશથી નેતાઓ આવી રહ્યા છે ત્યારે G20 અંતર્ગત અમદાવાદ શહેરમાં આજથી બે દિવસ માટે યોજાયેલી U20- અર્બન સમિટનો પ્રથમ શેરપા બેઠકનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણા શહેરો આર્થિક વિકાસના પીઠબળની સાથે-સાથે સામાજીક-સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રો પણ છે. શહેરી વિકાસની યાત્રાના શિલ્પી એવા નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના શહેરોની સંપૂર્ણ કાયાકલ્પ કર્યો અને તેના પગલે શહેરોમાં ‘ ઇઝ ઓફ લિવિંગ ‘ વધ્યુ તેના આપણે સૌ સાક્ષી છીએ. છેલ્લાં દશકાઓમાં ગુજરાત સરકારે પણ નેટ ઝીરો, ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલોપમેન્ટ અને સમાજના નબળા વર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પરિયોજનાઓ કાર્યાવન્તિ કરી છે.

સમગ્ર વિશ્વમાં શહેરીકરણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે હાલમાં અસંતુલિત વિકાસ, આવન-જાવન કે ભીડની સમસ્યા, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણમાં ઊભી થનારી સમસ્યાઓનું પરિણામલક્ષી સમાધાન હોય તે રીતે શહેરી વિકાસ યોજનાઓની ડિઝાઇન ઊભી કરવી જોઇએ તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીન પ્રયાસોના પગલે ગુજરાતના શહેરોને જાહેરમાળખાગત સુવિધાઓમાં નૃતન સંશોધનો અને ઇ-ગર્વનન્સને અગ્રિમતા આપી છે તેના પરિણાામે અમદાવાદમાં બીઆરટીએસ જનમાર્ગ સુવિધા, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ડિઝિટલ ગર્વનન્સ, અર્બન કનેક્ટિવિટી પ્રોજેક્ટ સાકાર થયા છે. એટલું જ નહીં, રાજ્યના શહેરોમાં સિટીઝન સેન્ટ્રિક સેવા- નાગરિક સુવિધા કેન્દ્રો, ઓનલાઇન ડેવલોપમેન્ટ પ્લાન્ટ પાસિંગ તથા બી.યુ.પરમિશન જેવી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

CM in U20 inauguration 01 hum dekhenge news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને G20 બેઠકોની અધ્યક્ષતા કરવાનું શ્રેય મળ્યું છે તે આપણા માટે ગૌરવની વાત છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બેઠક વર્તમાન શહેરી વિષયક બાબતો માટે સર્વસમાવેશી- લાંબાગાળાના આર્થિક લાભ માટેની સર્વાધિક સંભવિત અવસરોને ઉપલબ્ધ કરવાનું એક પ્લેટફોર્મ પૂરવાર થશે.રાજ્યના પ્રમુખ એવા અમદાવાદ શહેરના વિકાસનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, 15મી સદીનું મધ્યકાલીન અમદાવાદ શહેર આજે આધુનિક મહાનગર સ્વરૂપે પરિવર્તિત થયું છે. આ વિકાસની લાંબી યાત્રાના સાક્ષી રહેલા અમદાવાદ શહેરે શહેરી નિયોજનની નવી સીમાઓ પ્રસ્થાપિત કરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં U20 સમિટ, મહેમાનો રિવરફ્રન્ટ-કાંકરિયા પર ગાલા ડિનરની મજા માણશે

‘અર્બન 20 ઇન્સેપ્શન મિટિંગ’ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા અમદાવાદના મેયર કિરીટભાઇ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જ્યારે ભારત G20 સમિટની યજમાની કરી રહ્યું છે ત્યારે ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને U20 મિટિંગનું યજમાની પદ સોંપવા માટે હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું. વિશ્વભરના સિટી શેરપાના વિચાર વિમર્શ દ્વારા પ્રાપ્ત થતાં મહામૂલા સૂચનો વિશ્વના ઉજ્જવળ ભવિષ્ય માટેની યોજના તૈયાર કરવામાં મદદરૂપ બનશે. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ના મંત્રને સાર્થક કરવામાં આ U20 એંગેજમેન્ટ બેઠક મહત્વની સાબિત થશે એમ તેમણે ઉમેર્યું હતું.

CM in U20 inauguration hum dekhenge news

અત્રે ઉલ્લેખનીય છે કે U20 અંતર્ગત C40માં વિદેશનાં ન્યૂયોર્ક, ક્યોટો, મેક્સિકો, બાર્સેલોના, પોર્ટ લુઇસ, લોસ એન્જલસ, મિલાન, રિયાધ, જકાર્તા, લેગોસ, જોહાનિસબર્ગ, ઢાંકા નોર્થ, ડર્બન, મેડ્રીડ, રોટરડેમ, સાઓ પોલો, બ્યુનોસ એરીસ જેવાં શહેરો તથા ભારતનાં કોલકાતા, વિશાખાપટ્ટનમ, ચંદીગઢ, ઇન્દોર, રાયપુર, રાંચી, અગરતલા, ગૌહાતી, દેહરાદુન, પુના, શ્રીનગર, અમૃતસર, ભુવનેશ્વર, વારાણસી, રાજશાહી, અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર સહિતનાં 40 શહેરોના શેરપા – પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button