પહેલા કરતા અત્યારના સમયમાં દિકરીઓના અભ્યાસને ઘણું મહત્વ આપવામાં આવે છે. અત્યારે દરેક ક્ષેત્રમાં દિકરીઓ આગાળ વધીને દેશનું નામ રોશન કરી રહી છે. હવે દિકરીઓને આગળ વધવા માટે અસમાનતા રહી નથી તે દરેકક્ષેત્રમાં આગાળ વધતી જોવા મળી રહી છે. જો અભ્યાની વાત કરવામાં આવે તો અભ્યાસમાં પણ દીકરીઓએ સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ જેવા અભ્યાસક્રમોમાં રસ દાખવવાનું શરૂ કર્યું છે. હવે દિકરીઓએ ફક્ત આટ્સ જ જેવા સહેલા વિષયો નહી પરંતું વિજ્ઞાન-ગણિત જેવા વિષયોમાં પણ વધુ રસ દાખવવા લાગી છે.
SJSGCમાં 5 મહિનામાં સંખ્યા 16 ગણી વધી
દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય કરતી સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલે ફેલોશિપ માટે અરજી કરતી છોકરીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ફેલોશિપનો લાભ તે છોકરી લઈ શકે છે જે પરિવારની માત્ર એક જ દિકરી હોય. સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલે ફેલોશિપ (SJSGC)માં 5 મહિનામાં સંખ્યા 16 ગણી વધી છે.
SJSGCમાં પરિવારની એકની એક દિકરીને મળે છે લાભ
સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલે ફેલોશિપ અંતર્ગત એવી દિકરીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે જેઓ તેમના માતા-પિતાની એકમાત્ર દીકરી હોય અને તે STEM એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં અભ્યાસ કરવા માંગતી હોય. આ STEM ને શિષ્યવૃત્તિના દાયરામાં લાવ્યા પછી, SJSGC માટે અરજી કરતી છોકરીઓની સંખ્યામાં 16 ગણો વધારો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે છોકરીઓને હવે વિજ્ઞાન અને ગણિત તરફ લગાવ વધવા લાગ્યો છે.
યોજના લંબાવાયા પછી થયો વધારો
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શિક્ષક દિન (5 સપ્ટેમ્બર) પર SJSGC યોજનાને લંબાવવામાં આવી હતી. અગાઉ આ યોજનાનો લાભ આર્ટસ અને સોશિયલ સાયન્સના ક્ષેત્રોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી હતી. પરંતુ પછીથી તેમાં પીએચડી ઉમેદવારોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ યોજનાને લંબાવાને માત્ર પાંચ મહિના થયા છે અને તેમાં 1,144 ઉમેદવારોએ અરજી કરી છે. અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ આમાંથી 1,129 ઉમેદવારોની કામચલાઉ પસંદગી કરી છે. અને છેલ્લા પાંચ મહિનામાં અરજદારોની સંખ્યામાં 16 ગણો વધારો થયો છે. ફેલોશિપ માટે પસંદ કરાયેલી 60 ટકા છોકરીઓ વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન કરી રહી છે. આમ અરજીઓને જોતા કહી શકાય કે છોકરીઓ કળા નહીં પણ વિજ્ઞાન-ગણિત તરફ આકર્ષાઈ રહી છે.
આ પણ વાંચો : ગૌતમ અદાણીને વધુ એક ફટકો હવે ફ્રાંસની કંપનીએ રોકાણ જ અટકાવી દીધું