વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપશે. રાજ્યસભામાં પીએમનું સંબોધન બપોરે 2 વાગ્યે થશે. બુધવારે PMએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપ્યો હતો. લોકસભામાં 85 મિનિટના ભાષણમાં તેમણે વિપક્ષોને તેમના પરિચિત અંદાજમાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને વિપક્ષની એકતા પર કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રાના નિવેદનોને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા
લોકસભામાં પીએમના સંબોધન બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે મારા અદાણી પર પૂછાયેલા એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેઓ અદાણીને બચાવી રહ્યા છે, સત્ય બહાર આવી રહ્યું છે. રાહુલે ટ્વીટ કરીને લખ્યું- ન તો તપાસ થશે, ન તો જવાબ આપશે. વડા પ્રધાન ફક્ત તેમના મિત્રને સમર્થન આપશે.
न जांच कराएंगे, न जवाब देंगे – प्रधानमंत्री जी बस अपने ‘मित्र’ का साथ देंगे। pic.twitter.com/laJdQz7K5J
— Rahul Gandhi (@RahulGandhi) February 8, 2023
લોકસભામાં વડાપ્રધાને જવાબ આપતા કહ્યું હતું કે ગઇકાલે કેટલાક લોકોના ભાષણ બાદ સમગ્ર ઇકો સિસ્ટમ ઉછળી પડી હતી. સમર્થકો ખુશીથી કહેતા હતા કે આ થઈને વાત? ઉંઘ પણ સારી આવી હશે અને ઉઠી પણ નઈ શક્ય હોય, આવા લોકો માટે કહેવાયું છે કે , ये कह-कहकर हम दिल को बहला रहे हैं, वो अब चल चुके हैं, वो अब आ रहे हैं.
આ પણ વાંચો : લોકસભામાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં, કમાલ યે હે કી ફીરભી તુમ્હે યકીન નહીં…
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણથી કેટલાક સભ્યો અચંબામાં પડી ગયા હતા. એક મોટા નેતાએ પણ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. આદિવાસી સમુદાય પ્રત્યે ધિક્કાર પણ દેખાયો છે. ટીવી પરના તેમના નિવેદનોથી અંદર પડેલી નફરતની લાગણી બહાર આવી છે. બાદમાં ચિઠ્ઠી લખીને નાસી છૂટવાનો પ્રયાસ કરાયો હતો. ઘણા સભ્યોએ ગૃહમાં દલીલો અને આંકડા આપ્યા હતા. પોતાની રુચિ, વૃત્તિ અને સ્વભાવ પ્રમાણે વસ્તુઓ રાખી. આ તેમની ક્ષમતા, યોગ્યતા અને સમજણ દર્શાવે છે. આ બતાવે છે કે કોનો ઈરાદો શું છે, દેશ પણ તેનું મૂલ્યાંકન કરે છે.