ધર્મ

શિવ સ્તુતિનો પાઠ કરવાથી નિખરશે ટેલેન્ટ

Text To Speech

આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભગવાન શિવના એક એવા સ્તુતિ પાઠ અંગે, જેનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિના ટેલેન્ટમાં વધારો થાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય છે. તેમાંની જ એક છે ભગવાન શિવની સ્તુતિ. અમારા જ્યોતિષ એક્સપર્ટ ડો. રાધાકાંત વત્સે અમને ભગવાન શિવના એક એવા સ્તુતિ પાઠ અંગે જણાવ્યું છે, જેનો નિરંતર પાઠ કરવાથી ટેલેન્ટમાં વધારો થાય છે સફળતા મળે છે.

નટરાજ સ્તુતિ પાઠના લાભ : નટરાજ સ્તુતિ ભગવાન શિવના આનંદ તાંડવને દર્શાવે છે., નટરાજ સ્તુતિના પાઠથી મન આનંદિત રહે છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી તણાવ દૂર જ રહે છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી કળામાં નિખાર આવે છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી વ્યક્તિનું અંદરનું ટેલેન્ટ નીખરી ઊઠે છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી આત્મ વિશ્વાસ વધે છે અને સફળતા મળે છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી ભગવાન શિવ તરત જ પ્રસન્ન થાય છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી શત્રુનું પણ હ્રદય પરિવર્તન થાય છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી માનસિક બીમારીઓ દૂર રહે છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી જીવનમાં પ્રેમનો સંચાર થાય છે., નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી પતિ સાથેના લગ્ન જીવનમાં મધુરતા આવે છે.

નટરાજ સ્તુતિ પાઠના નિયમો : સર્વ પ્રથમ સ્નાન કરો અને સ્નાન બાદ આસન લઈને બેસો., ભગવાન શિવના નટરાજ રૂપનું ધ્યાન ધરો., ધ્યાન બાદ નટરાજ સ્તુતિનો પાઠ શરૂ કરો., પાઠ સંપૂર્ણ થઈ જાય ત્યારબાદ ભગવાન શિવ સામે જળ અર્પિત કરો., આસન ઉપાડીને તેની જગ્યાએ મૂકો અને ભગવાનને ભોગ ધરાવો., અંતે ભગવાન શિવને સફળતા માટે પ્રાર્થના કરો., ટેલેન્ટને નિખારવા માટે તમારે પણ કરવો જોઈએ ભગવાન શિવનો આ સ્તુતિ પાઠ.

ભગવાન નટરાજ સ્તુતિ પાઠ

સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ: ॥
હેઆધ્ય ગુરૂ શંકર પિતા નટરાજ રાજ નમો નમ: ॥
ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માડના નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમ: ॥
શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ્વહ્મ જ્યોતિ લલાટમાં વિષનાગ માલા કંઠમાં નટરાજ રાજ નમો નમ: ॥
તવશક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અરાજિતા ચહુ વેદ ગાએ સંહિતા ॥

Back to top button