કાનપુર: PM અને રાષ્ટ્રપતિની મુલાકાત વચ્ચે બે સમુદાયમાં ઘર્ષણ, અત્યારસુધીમાં 6 લોકો ઘાયલ
કાનપુરમાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. વાસ્તવમાં કાનપુરના પરેડ સ્ક્વેર ખાતે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ બીજેપી પ્રવક્તા નુપુર શર્માના વિરોધમાં દુકાનો બંધ કરાવી દીધી હતી. જે બાદ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા. અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ બોલાવવામાં આવી છે. જોકે પોલીસ કમિશનરનું કહેવું છે કે હવે સ્થિતિ સામાન્ય છે. તે જ સમયે, આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કાનપુરના બીકનગંજ વિસ્તારમાં શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ હંગામો થયો હતો. એક હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બંને તરફથી પથ્થરમારો થયો.કાનપુરનો આ વિસ્તાર મિશ્ર વસ્તીનો છે. પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ મામલો મુસ્લિમ વિસ્તારોમાં એક સામાજિક સંસ્થાના બંધના એલાનથી શરૂ થયો હતો. શુક્રવારની નમાજને કારણે સેંકડો લોકો પરેડના ચોક પર એકઠા થયા હતા. ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિશે ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નારાજ હતો. મુસ્લિમ વિસ્તારોમાં બંધનું એલાન નેતા હયાત ઝફર હાશ્મી દ્વારા આપવામાં આવ્યું હતું.
#WATCH | An interesting interaction between President Ram Nath Kovind, Prime Minister Narendra Modi and children in Kanpur Dehat, Uttar Pradesh. pic.twitter.com/GmEA2OW9Mj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 3, 2022
રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
લોકો રસ્તાઓ પર વચ્ચે-વચ્ચે પથ્થરમારો કર્યો. જેને લઈ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. શંકાના આધારે કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. વેપારીઓએ જાતે જ બજાર બંધ રાખ્યું છે. હાલમાં કાનપુરમાં તણાવનું વાતાવરણ છે. આ હંગામો ત્યારે થયો જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિના આગમનને કારણે સુરક્ષા વ્યવસ્થાનો ઘણો બંદોબસ્ત હતો. પીએમ મોદી રાષ્ટ્રપતિ સાથે શહેરથી લગભગ 70 કિ.મી. દૂર એક કાર્યક્રમમાં હાજર હતા.
Kanpur, UP | 18 detained in view of a clash between two communities allegedly over market shutdown: Kanpur CP Vijay Meena pic.twitter.com/rRdJD2kDJ6
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 3, 2022
પોલીસે લાઠીચાર્જ કર્યો
જ્યારે પથ્થરમારો શરૂ થયો ત્યારે લોકો બજારમાં હાજર હતા. જેથી નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લગભગ 12 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો. આ અથડામણમાં સંજય શુક્લા, ઉત્તમ ગૌર, મનજીત યાદવ, રાહુલ ત્રિવેદી, અમર બાથમ ઘાયલ થયા છે.