ટોપ ન્યૂઝનેશનલ

‘તુર્કીમાં ભૂકંપમાં 10 ભારતીય ફસાયા, એક ગુમ’, વિદેશ મંત્રાલયે આપ્યું અપડેટ

Text To Speech

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે તુર્કીના દૂરના વિસ્તારોમાં 10 ભારતીયો પણ ફસાયેલા છે અને તેઓ સુરક્ષિત છે. તો એક ભારતીય ગુમ છે. આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્માએ જણાવ્યું કે ‘અમે સમગ્ર મામલાને લઈને તુર્કીના અદાનામાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. તેમણે કહ્યું કે ગુમ થયેલ ભારતીય બિઝનેસ મીટિંગ માટે ગયો હતો. અમે તેના પરિવાર અને કંપનીના સંપર્કમાં છીએ.’

‘સૌથી મોટી કુદરતી આફત’

સંજય વર્માએ જણાવ્યું કે- ‘1939 પછી તુર્કીમાં આ સૌથી મોટી કુદરતી આફત છે. અમને તુર્કી તરફથી મદદ માટે પૂછતો ઈ-મેઈલ મળ્યો અને મીટિંગના 12 કલાક પછી દિલ્હીથી તુર્કીની પ્રથમ SAR ફ્લાઈટ્સ રવાના થઈ. આ પછી, આવી 4 ફ્લાઇટ્સ મોકલવામાં આવી હતી જેમાંથી 2 NDRFની ટીમો અને 2 મેડિકલ ટીમો હતી. તબીબી પુરવઠો અને સાધનો વહન કરતું વિમાન પણ સીરિયા મોકલવામાં આવ્યું હતું.

સીરિયા અને તુર્કીમાં 7.8 તીવ્રતાના આંચકા અને તે પછી 7.5ની તીવ્રતાના આંચકા સાથે તબાહી સર્જાઈ હતી. આ અંગે બચાવ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ હિમવર્ષાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Back to top button