બિઝનેસયુટિલીટી

સંસદમાં સાંભળવા મળેલો શબ્દ ‘શેલ કંપની’, આ વળી શું છે અને કેવી રીતે કરે છે કામ ?

સંસદ હોય કે ચાની કીટલી આજે દેશમાં ચારેબાજુ અદાણીની ચર્ચાઓ થાય છે. સમગ્રમાં દેશમાં અદાણી જ અદાણી છે. સંસદમાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા દિવસ પહેલા હિંડનબર્ગ રીપોર્ટ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે અદાણીની ભારત બહાર શેલ કંપની (Shell Company) ચાલે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ શેલ કંપની કોની છે? શેલ કંપની ભારતમાં કરોડો રૂપિયા કોને મોકલી રહી છે ? આખરે આ શેલ કંપની શું છે અને તે કેમ ખોલવામાં આવે છે?

આ પણ વાંચો:લોકસભામાં PM મોદી-અદાણી વિશે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ થયું ગુસ્સે

શું છે શેલ કંપની?

દેશના સૌથી મોટા પનામા પેપર લીક કૌભાંડ વિશે તમને ખબર જ હશે. આ કૌભાંડમાં લીક થયેલ લાખો ડોક્યુમેન્ટ્સથી ખબર પડી હતી કે દેશના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ પનામા લો ફર્મ દ્વારા કાળા નાણાં સફેદ કરવા માટે શેલ કંપનીઓનો ઉપયોગ કરતા હતા. જેમાં કરોડો અબજો ડોલરો છુપાવવામાં આવ્યા હતા. ગ્રાહકો ટેક્સથી બચવા માટે શેલ કંપનીનો ઉપયોગ કરતા હતા, શેલ એક એવી કંપની છે જેમાં પૈસા રાખવા અને અન્ય સંસ્થાઓ સાથે નાણાંકીય લેવડ-દેવડના સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ અહીં આ કંપની માત્ર કાગળ પર જ હોય છે. જેમાં કોઈ કર્મચારી હોતા નથી.

 

કંપની નથી પ્રોડક્ટ વેચતી કે નથી પૈસા કમાતી

જાણી જે આશ્ચર્ય થશે કે અહીં કંપની પ્રોડક્ટ નથી વેચતી કે કોઈ સેવા પણ નથી આપતી. શેલ કંપની માત્ર તેઓની પાસે રહેલ સંપત્તિને ટ્રેક કરવાનું કામ કરે છે. શેલ કંપની રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને તેની સાથે જોડાયલા લોકોને કાળા નાણાં સફેદ કરવા સહિત અનેક ફાયદાઓ કરાવે છે. આ કંપની દેખીતી રીતે કોઈ વ્યવહાર નથી કરતી પણ મની લોન્ડરિંગ માટે સરળ માધ્યમ છે. જેને ‘મુખૌટા કંપની’ અથવા ‘છદ્મ કંપની’ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: 

શેલ કંપની કેમ બનાવવામાં આવે છે?

પનામ જેવા કૌભાંડીઓ અને ટેક્સ માફિયાઓ પોતાનું કાળું નાણું સફેદ કરવા માટે શેલ કંપની બનાવે છે તેમના માટે શેલ કંપની આશીર્વાદરૂપ છે. તેનાથી દેશમાં ટેક્સ બીલ ઓછુ બતાવી શકાય છે. અહીં ટેક્સ માફિયાને ટેક્સને લાગતી કોઈ જ માહિતી આપવાની હોતી નથી સાથે એકાઉન્ટ પણ છુપાવી શકાય છે. પનામા સિવાય બીજા ઘણા ટેક્સ માફિયા દેશો છે જેમાં સ્વિઝરલેન્ડ, હોંગકોંગ અને બેલીજ જેવા દેશો શામેલ છે. જયારે દુનિયાના અન્ય કેટલાક દેશોમાં શેલ કંપનોને પૂર્ણરીતે કાયદેસરની માનવામાં આવે છે.

શેલ કંપનીઓ એવા લોકોની ઓળખ છુપાવવા માટે સ્થાપિત કરવામાં આવે છે જેઓ કંપનીના માધ્યમથી ટેક્સને છુપાવી શકે. શેલ કંપનીઓને પોતાના સરનામા હોય છે. અમેરિકામાં શેલ કંપનીને SEC સાથે નોંધણી કરવી પડે છે એટલા માટે તે નિયમિત બિઝનેસ (ઓછામાં ઓછા કાગળ)ની જેમ જ લાગે છે પરંતુ હકીકત જોઈએ તો તે માત્ર મ્હોરું જ છે અને નિયમિત બિઝનેસ જેવો ભ્રમ પેદા કરે છે.

આ પણ વાંચો:સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં પીએમ મોદી અને અદાણી પર રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો

શેલ કંપનીઓને કોણ ચલાવે છે?

જો કોઈ શેલ કંપની વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે તો તે તેનું સંચાલન કરનાર સુધી પહોંચી જ જાય છે. આવા લોકો કંપનીના એકાઉન્ટન્ટ કે વકીલ હોય છે. એ જાણકારી મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે કે શેલ કંપની અંદર જમા પૈસાના માલિક કોણ છે. ક્યારેક તો કંપનીઓ મની લોન્ડરિંગ જેવી ગેરકાદેસર ગતિવિધિમાં સામેલ થઈને પોતાની ગુપ્તતાનો ફાયદો ઉઠાવે છે. શેલ કંપનીઓનો ઉપયોગ કાયદેસર કે ગેરકાયદેસર થાય છે તે બંને વચ્ચેની ભેદ રેખા ખૂબ જ ધૂંધળી છે. પરંતુ એટલું ચોક્કસ કે રાજનેતા અને ઉદ્યોગપતિઓ માટે તે આશીર્વાદરૂપ છે.

Back to top button