મનોરંજનસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર બની છે આ બોલિવૂડ ફિલ્મો, જુઓ કોણે કરી સૌથી વધુ કમાણી

Text To Speech

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ પર ફિલ્મો બની છે. પરંતુ આમાંથી કેટલીક ફિલ્મો જ સફળ રહી છે. આ બધી ફિલ્મોમાં ધોની પર બનેલી ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે. પરંતુ આમાંથી માત્ર અમુક જ ફિલ્મોને સફળતા મળી છે. ડિસેમ્બર 2021માં, ફિલ્મ 83 વર્લ્ડ કપ 1983ને લઈને બનાવવામાં આવી હતી. આ ફિલ્મ કપિલ દેવને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી. આમાં રણવીર સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેનું બજેટ 120 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે વિશ્વભરમાં માર્ચ 2022 સુધીમાં 193 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

ભારતીય ક્રિક્રેટ ટીમ - Humdekhengenews

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પર પણ બાયોપિક બનાવવામાં આવી હતી. આમાં તાપસી પન્નુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું બજેટ 48 કરોડ રૂપિયા હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. એક વેબસાઈટ અનુસાર, ફિલ્મે લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે આ ફિલ્મ તેનો ખર્ચો પણ નહતી કાઢી શકી હતી.

ભારતીય ક્રિક્રેટ ટીમ - Humdekhengenews

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીન પર પણ ફિલ્મ બની છે. અઝહર ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું બજેટ 40 કરોડ હતું. પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. તેનું વર્લ્ડ વાઈડ કલેક્શન 52 કરોડ રૂપિયા હતું.

ભારતીય ક્રિક્રેટ ટીમ - Humdekhengenews

ક્રિકેટના દેવતા ગણાતા સચિન તેંડુલકરની પણ ફિલ્મ બની ગઈ છે. પરંતુ તે એક ડોક્યુમેન્ટરી જેવું હતું. આ ફિલ્મે લગભગ 77 કરોડની કમાણી કરી હતી. જ્યારે તેનું બજેટ 35 કરોડ રૂપિયા હતું.

ભારતીય ક્રિક્રેટ ટીમ - Humdekhengenews

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ ‘એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરી’ ક્રિકેટ પર બનેલી સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ધોનીની ફિલ્મે 216 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મનું બજેટ 104 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ધોનીના રોલમાં હતો. જ્યારે બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ સાક્ષી સિંહ ધોનીનો રોલ કર્યો હતો.

Back to top button